ઓહાયોની આ વ્યક્તિ ૪૬ દિવસ માત્ર બિયર પીને જ કાઢે છે

21 February, 2021 09:21 AM IST  |  Ohio | Gujarati Mid-day Correspondent

ઓહાયોની આ વ્યક્તિ ૪૬ દિવસ માત્ર બિયર પીને જ કાઢે છે

ડેલ હૉલ

ઓહાયોના સિનસિનાટીમાં ડેલ હૉલ નામની એક વ્યક્તિએ ક્રિશ્ચિયન્સના ઈસ્ટર પહેલાંના ૪૦ દિવસ પ્રવાહી ખોરાક પર રહેવાની પરંપરાને અનુસરતાં ૪૬ દિવસ માટે ખોરાક છોડીને માત્ર પ્રવાહી પર રહેવાનો નિર્ણય લીધો હતો. પોતાના શરીર માટે જરૂરી ઘટક તે બિયર પીને મેળવતો હતો. આ ૪૬ દિવસ માટે ખોરાકમાં તેણે માત્ર બિયર, પાણી, બ્લૅક કૉફી અને હર્બલ ટી જેવી પ્રવાહી ચીજો જ લીધી હતી. માત્ર ત્રણ દિવસમાં તેણે ૫.૮ પાઉન્ડ એટલે કે ૨.૬૫ કિલો જેટલું વજન ઉતાર્યું હતું. ડેલ હૉલ જણાવે છે કે હું દિવસના ત્રણથી પાંચ બિયર પીઉં છું. જેમ રોજ એક જ પ્રકારનું ભોજન કંટાળાજનક લાગે છે એ જ રીતે હું પણ રોજ એક જ ચીજ નથી પીતો. ૨૦૧૯ અને ૨૦૨૦માં તેણે આ જ રીતે સળંગ ૪૦ કરતાં વધુ દિવસ પ્રવાહી ખોરાક લઈને લગભગ ૪૦-૫૦ પાઉન્ડ એટલે કે ૧૮થી ૨૩ કિલો જેટલું વજન ઉતાર્યું છે. આ પ્રકારના ઉપવાસને કારણે તેના બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલમાં સુધારો નોંધાયો છે.

offbeat news international news ohio guinness book of world records