બિહારના એક ભાઈએ મહિન્દ્ર સ્કૉર્પિયો જેવી પાણીની ટાંકી બનાવી

30 October, 2020 08:34 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહારના એક ભાઈએ મહિન્દ્ર સ્કૉર્પિયો જેવી પાણીની ટાંકી બનાવી

અગાસીમાં ગોઠવેલી મહિન્દ્ર સ્કૉર્પિયો જેવી પાણીની ટાંકી

જીવનમાં પહેલી વખત વસાવવામાં આવતી વસ્તુઓ પ્રત્યે અપાર સ્નેહની લાગણી હોય એ સ્વાભાવિક છે. બિહારના ભાગલપુરના રહેવાસી ઇન્તેસાર આલમની પહેલી મોટરકાર મહિન્દ્ર સ્કૉર્પિયો મૉડલની હતી. એ મૉડલ તેમને ખૂબ ગમતું હતું. એથી આલમસાહેબે દોઢ લાખ રૂપિયાના ખર્ચે મહિન્દ્ર સ્કૉર્પિયો મૉડલની પ્રતિકૃતિના આકારની પાણીની ટાંકી બનાવડાવીને તેમના ચાર માળના મકાનની અગાશીમાં ગોઠવી દીધી છે. એ મૉડલ બનાવવા માટે તેમણે ખાસ આગરાથી કારીગરોને બોલાવ્યા હતા. અગાશીમાં પાણીની ટાંકીના મૉડલ પર પહેલી કારની નંબર-પ્લેટની પ્રતિકૃતિ પણ છે. હાલમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ફરતા નેતાઓ મહિન્દ્ર સ્કૉર્પિયો કારમાં ફરતા જોવા મળે છે ત્યારે ઇન્તેસાર આલમે તેમનો કારના મૉડલ પ્રત્યેનો પ્રેમ અનન્ય રીતે વ્યક્ત કર્યો છે.

national news bihar offbeat news