21 July, 2025 08:37 AM IST | Ajmer | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રાજસ્થાનના અજમેરમાં ૧૮ જુલાઈના વરસાદથી આવેલા પૂરના પાણીમાં એક માણસ તણાઈ ગયો હતો, પણ તેને એક હોટેલ-સ્ટાફે બચાવી લીધો હતો. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. અજમેરમાં પૂરનાં પાણી ખ્વાજા ગરીબ નવાઝની દરગાહની આસપાસની સાંકડી ગલીઓમાં ભરાઈ ગયાં હતાં. દરગાહના નિઝામ ગેટની બહાર એક માણસનો પગ લપસ્યો હતો અને તે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. જોકે એક રેસ્ટોરાંનો સ્ટાફ આ માણસને પકડીને બાજુ પર ખેંચવામાં સફળ રહ્યો હતો.