ફિટનેસના આગ્રહી આ યુવકે ચૅરિટી માટે વિક્રમી પુલ-અપ્સ કર્યા

10 March, 2023 02:51 PM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

આ અગાઉનો રેકૉર્ડ ૭૭૧૫ પુલ-અપ્સનો હતો

ફિટનેસના આગ્રહી આ યુવકે ચૅરિટી માટે વિક્રમી પુલ-અપ્સ કર્યા

ફિટનેસના આગ્રહી ઑસ્ટ્રેલિયાના જૅક્સન ઇટાલિયનોએ ડિમેન્શિયા (ચિત્તભ્રમ)ના રોગીઓ માટે હજારો ડૉલરનું ભંડોળ એકત્ર કરવાની સાથે પોતાના નામે વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે.  

જૅક્સને ૨૪ કલાકમાં ૮૦૦૮ પુલ-અપ્સ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવ્યું છે. આ અગાઉનો રેકૉર્ડ ૭૭૧૫ પુલ-અપ્સનો હતો. આ રેકૉર્ડ તેણે માત્ર પોતાની વ્યક્તિગત સિદ્ધિ માટે નહીં, પરંતુ એક કૅર હોમના કામથી પ્રેરિત થઈને ડિમેન્શિયાના રોગીઓને સહાય કરવા માટે હાંસલ કર્યો છે. જૅક્સને પોતાના પ્રત્યેક પુલ-અપ માટે એક ઑસ્ટ્રેલિયન ડૉલર મેળવવાની યોજના બનાવી હતી. જોકે તેણે તેની અપેક્ષા કરતાં ખાસ્સું વધુ ભંડોળ ઊભું કર્યું હતું. 

આ વિશે તેણે પોતાના ફન્ડ રેઇઝિંગ પેજ પર લોકોને મદદની અપીલ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે આ ચૅરિટી દ્વારા એકત્ર કરાયેલાં નાણાંનો ઉપયોગ ડિમેન્શિયાના રોગીઓ, તેમના પરિવારજનો તેમ જ તેમની સંભાળ રાખનારાઓ માટે સહાયક સેવા પૂરી પાડવા માટે કરવામાં આવશે. આ સેવાઓમાં કાઉન્સેલિંગ, સપોર્ટ ગ્રુપ, શિક્ષણ અને તાલીમનો સમાવેશ થાય છે. 

offbeat news international news australia guinness book of world records