ઐસી દીવાનગી? પીઠ પર ૨૨૫ સિગ્નેચર્સનાં ટૅટૂ

18 September, 2021 08:55 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

તેના ફેવરિટ મહાનુભાવો ઉપરાંત ફૅમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સની સિગ્નેચર્સનાં ટૅટૂ છે

જુઆન માતાસ

અમેરિકાના ફ્લૉરિડાનો રહેવાસી જુઆન માતાસ લોકોમાં ફન્કી માતાસ નામે જાણીતો છે. તેના શરીર પર હસ્તાક્ષરનાં ટૅટૂ છે. તેના ફેવરિટ મહાનુભાવો ઉપરાંત ફૅમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સની સિગ્નેચર્સનાં ટૅટૂ છે. કુલ ૨૨૫ સિગ્નેચર્સનાં ટૅટૂ સાથે તેણે વિક્રમ નોંધાવ્યો છે. લોકો ઑટોગ્રાફ કે સિગ્નેચર લેવા માટે કાગળ, નોટબુક કે ડાયરી અને પેન-પેન્સિલનો ઉપયોગ કરે છે, પરંતુ આ ફન્કી માતાસ સંબંધિત વ્યક્તિને ટૅટૂ મશીન આપીને પીઠ ખુલ્લી કરી દે છે. તેની પીઠ પર વિલ સ્મિથ, જેરાર્ડ બટલર ઇજા વુડ, માઇકલ જે ફૉક્સ, ક્રિસ્ટોફર લૉઇડ અને સ્ટીવ ઓ અને ‘સ્ટાર વૉર્સ’ ફિલ્મનાં પાત્રો સહિત અનેક સેલિબ્રિટીઝના હસ્તાક્ષર છે. જુઆન માતાસ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પૉપ્યુલર છે. ૨૦૧૯માં તેની પીઠ પર ૨૨૫ સિગ્નેચર્સ થઈ ચૂકી હતી, પરંતુ જુઆન માને છે કે તેની પીઠ પર ૩૦૦ સિગ્નેચર્સની જગ્યા છે.

offbeat news international news united states of america florida