ખભા પર મૂક્યો અજગર

12 January, 2022 09:14 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વિશાળ અજગરને જોઈને આ વિડિયો ઉતારનાર એનાથી સુરક્ષિત અંતર જાળવે છે

ખભા પર મૂક્યો અજગર

સાપને જોઈને ભલભલાના હાંજા ગગડી જાય છે, પરંતુ તાજેતરમાં એક વ્યક્તિ વિશાળકાય અજગરને તેના ખભા પર ઊંચકી લઈ જાય છે. વિશાળ અજગરને જોઈને આ વિડિયો ઉતારનાર એનાથી સુરક્ષિત અંતર જાળવે છે. અજગર પણ રસ્તામાં આવતી ઊંચી વસ્તુઓ સાથે પોતે ટકરાઈ ન જાય એ માટે માથું હલાવીને નીચે કરે છે. ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા આ વિડિયોને ૨.૭ લાખથી વધુ વ્યુઝ મળ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે એક અજગરને જાણે કોઈ વસ્તુ ઉપાડીને લઈ જતો હોય એ રીતે લઈ જાય છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં એક વિશાળ અજગર એક છોકરીના ખોળામાં સૂતો હોવાનો ​વિડિયો વાઇરલ થયો હતો, જેને જોઈને લોકો ડરી ગયા હતા. યુવતી ફુટપાથ પર બેસેલી હોય છે અને ફોનનો ઉપયોગ કરતી વખતે અજગરને થપથપાવતી રહે છે. 

offbeat news international news viral videos