બગીચામાં પાળી ૧૪ લાખથી વધુ દેડકાઓની ફોજ, પર્યાવરણવાદીઓ ​​ખૂબ જ ચિંતાતુર

23 June, 2022 09:42 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એક જગ્યાએ મોટા પ્રમાણમાં દેડકાનો ઉછેર સ્થાનિક ઇકો-સિસ્ટમને વિપરીત અસર કરી શકે છે

દેડકાઓની ફોજ

ઘરનો બગીચો આરામ અને આનંદ માટે હોય છે, જ્યાં બેસીને ક્યારેક પરિવાર સાથે જમી શકાય કે ત્યાં સુંદરમજાનાં ફૂલ અને શાકભાજી ઉગાડી શકાય, પણ એક વ્યક્તિએ એનાથી સાવ ઊલટું કરીને ત્યાં મોટી સંખ્યામાં દેડકાને ઉછેર્યા છે. તેણે પોતાના બગીચામાં દેકડાઓની મોટી ફોજ ઊભી કરતો વિડિયો ટિકટૉક પર શૅર કરતાં નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. ટિકટૉક પર આ વ્યક્તિએ વિડિયો પોસ્ટ કરીને જણાવ્યુ હતું કે કઈ રીતે પોતાને માટે દેડકાઓની આટલી ફોજ ઊભી કરી છે. તેણે દાવો કર્યો છે કે મારી પાસે કુલ ૧૪ લાખ દેડકા છે. નિષ્ણાતોના મતે દેડકાઓનું આ સામૂહિક સંવર્ધન સ્થાનિક વિસ્તાર માટે વિનાશક પરિણામ લાવી શકે છે. એક જગ્યાએ મોટા પ્રમાણમાં દેડકાનો ઉછેર સ્થાનિક ઇકો-સિસ્ટમને વિપરીત અસર કરી શકે છે. આ દેડકાઓની સેનાને હરાવવા માટે આ વિસ્તારમાં સારી એવી કામગીરી કરવી પડશે. કેટલાક ટિકટૉકર્સે આ વિડિયોને નકલી હોવાનું જણાવ્યું છે, કારણ કે કેટલાંક વિઝ્‍યુઅલ્સ જૂની ક્લિપમાંથી લેવામાં આવ્યા છે. 

offbeat news international news