09 November, 2026 10:22 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાના દાગીનાથી સજ્યાં લક્ષ્મીજી
મધ્ય પ્રદેશના મંદસૌરમાં દિવાળીની પૂર્વસંધ્યાએ મા લક્ષ્મીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. લક્ષ્મી નરસિંહ મંદિરમાં દેવીને પાંચ કરોડ રૂપિયાની રોકડ ચલણી નોટો, ૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાનાં આભૂષણોથી સજાવવામાં આવ્યાં હતાં. મંદિરની આ ખાસ સજાવટ જોવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જામી છે.