વાડામાં મૂકેલા ટ્રૅમ્પોલિનમાંથી સ્વિમિંગ-પૂલ બનાવી દીધો

06 July, 2020 09:35 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

વાડામાં મૂકેલા ટ્રૅમ્પોલિનમાંથી સ્વિમિંગ-પૂલ બનાવી દીધો

વાડામાં મૂકેલા ટ્રૅમ્પોલિનમાંથી સ્વિમિંગ-પૂલ બનાવી દીધો

બ્રિટનમાં ઉનાળાની મોસમ શરૂ થઈ છે અને આ મોસમમાં બ્રિટનવાસીઓ સ્વિમિંગ-પૂલમાં પડ્યા રહેવાનું પસંદ કરે છે. અત્યારે કોરોનાના ભયને કારણે કૉમન સ્વિમિંગ-પૂલમાં જવાય એમ છે નહીં એટલે એક પરિવારે ઓછામાં ઓછા ખર્ચે પોતાના ઘરના વાડામાં જ હંગામી સ્વિમિંગ-પૂલ બનાવી લીધો છે. આ પરિવારના વરંડામાં એક મોટો ટ્રૅમ્પોલિન હતો. એમાં થોડા ચેન્જિસ કરીને એમાંથી તરવાનો હોજ બનાવી દેવાનું કામ આ પરિવારે કરી લીધું છે.
એ કઈ રીતે તૈયાર થયો એનો વિડિયો પણ બનાવ્યો છે. સૌપ્રથમ તો તેણે ટ્રૅમ્પોલિનમાંથી તમામ અડચણદાયી ચીજોને દૂર કરીને ટ્રૅમ્પોલિનને તાડપત્રીની મદદથી બધી બાજુએથી એકદમ ટાઇટ કવર કરી લીધું, જેથી સ્વિમિંગ-પૂલની દીવાલો મજબૂત બને. તાડપત્રી સેટ થઈ ગયા પછી એની તમામ બાજુઓને ઇન્ડસ્ટ્રિયલ ક્લિંગ ફિલ્મથી તેમ જ બ્લૅક ટેપથી બાંધી લીધી. આ બધું જસ્ટ ૩૭૫૦ રૂપિયામાં થઈ ગયું.

international news national news offbeat news