છોકરાએ સાઈકલની જીદ કરી તો પપ્પાએ કર્યો કંઈક આવો જુગાડ, જુઓ વીડિયો....

25 August, 2020 08:18 PM IST  |  Ludhiana | Gujarati Mid-day Online Correspondent

છોકરાએ સાઈકલની જીદ કરી તો પપ્પાએ કર્યો કંઈક આવો જુગાડ, જુઓ વીડિયો....

પંજાબ (Punjab)ના લુધિયાના (Ludhiana)માં એક પિતાએ ઘર બેઠા જ તેના છોકરા માટે સ્કૂટર જેવી દેખાતી સાઈકલનો જુગાડ કર્યો છે. આ સંબંધિત વીડિયો પણ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. કોરોનાને લીધે પિતા બાળકને નવી સાઈકલ અપાવી શકવાની સ્થિતિમાં ન હોવાથી ઘરે જ એક યુનિક સાઈકલ બનાવી છે.

પંજાબમાં લુધિયાનાનાં લખોવલ ગામમાં આઠમાં ધોરણમાં ભણતો હરમનજોતે પપ્પાની મદદથી સ્કૂટર જેવી દેખાતી સાઈકલ બનાવી છે. આ સાઈકલનો આગળનો લુક સ્કૂટર જેવો છે પણ ચાલે છે તે પેડલથી જ. વીડિયોમાં છોકરો પેડલ મારીને આ સ્કૂટર જેવી દેખાતી સાઈકલને ચલાવતા દેખાય છે. સામે ઉભેલી વ્યક્તિને એમ જ લાગે કે સ્કૂટર આવી રહ્યું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા હરમનજોતે કહ્યું કે, COVID-19ને લીધે પિતા મને નવી સાઈકલ ન અપાવી શક્યા તેથી અમે આને ઘરે જ બનાવી છે.

25 ઑગસ્ટે શૅર કરવામાં આવેલો આ વીડિયો અત્યારસુધી 27 હજારથી પણ વધુ લોકોએ જોયો છે. 800થી વધુ લાઈક્સ અને સેંકડો રી-ટ્વીટ થયા છે. લોકોને પિતાનો દેશી જુગાડ ગમ્યો હતો. યુઝર્સ બહુત અચ્છે, દેશી જુગાડ જેવી ટિપ્પણી આપીને પિતાની મહેનતને બિરદાવી હતી.

national news punjab ludhiana offbeat news viral videos