જોઈ લો, આ છે જુનિયર મીરાબાઈ ચાનુ

28 July, 2021 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૦ની સિડની ઑલિમ્પિક્સમાં વેઇટલિફ્ટિંગમાં કર્નમ મલ્લેશ્વરીએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ત્યાર પછી આ વૈશ્વિક રમતોત્સવમાં વેઇટલિફ્ટિંગમાં ચંદ્રક મેળવનારી બીજી મહિલા સૈખોન મીરાબાઈ ચાનુ બની છે.

જોઈ લો, આ છે જુનિયર મીરાબાઈ ચાનુ

તાજેતરમાં જપાનની રાજધાની ટોક્યોમાં ચાલતા ઑલિમ્પિક્સ રમતોત્સવમાં વેઇટલિફ્ટિંગમાં ઐતિહાસિક રજત ચંદ્રક મેળવનારી ભારતની મીરાબાઈ ચાનુનો પર્ફોર્મન્સ જોઈને તેની નકલ કરતી નાનીઅમથી બાળકીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ૨૦૦૦ની સિડની ઑલિમ્પિક્સમાં વેઇટલિફ્ટિંગમાં કર્નમ મલ્લેશ્વરીએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ત્યાર પછી આ વૈશ્વિક રમતોત્સવમાં વેઇટલિફ્ટિંગમાં ચંદ્રક મેળવનારી બીજી મહિલા સૈખોન મીરાબાઈ ચાનુ બની છે.
મીરાબાઈ થોડાં વર્ષોથી લોકપ્રિય થઈ છે. ટીવી પર મીરાબાઈના પર્ફોર્મન્સનાં ફુટેજ જોવા અને ખાસ કરીને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર ઈશાનના રાજ્યની એ કન્યાને અભિનંદન આપવામાં લોકોએ ઘણો ઉત્સાહ દાખવ્યો હતો. લોકોએ ખુશ થવા ઉપરાંત મીરાબાઈની સિદ્ધિ દ્વારા પ્રેરણા પણ મેળવી હતી. તેમનું વેઇટલિફ્ટિંગ જોઈને નાનાં બાળકોને પણ પ્રેરણા મળી છે. એક નાનકડી બાળકીએ મીરાબાઈએ છેલ્લે વેઇટલિફ્ટિંગ કરીને ચંદ્રક મેળવ્યો એ ઘટનાની નકલ ઉતારી છે. લોખંડની સ્ટિક હાથમાં ઉપાડીને ગળામાં ખોટો ચંદ્રક પહેરીને ખુશ થતી નાનકીનો ૩૦ સેકન્ડનો વિડિયો ખુદ મીરાબાઈએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શૅર કર્યો છે. કૅપ્શનમાં લખ્યું છે, ‘સો ક્યુટ, આઇ લવ ધિસ...’

offbeat news