સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા દૂધવાળાએ કર્યો એવો જુગાડ, દૂરથી જ મેળવી શકશો

08 May, 2020 06:34 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા દૂધવાળાએ કર્યો એવો જુગાડ, દૂરથી જ મેળવી શકશો

તસવીર સૌજન્ય ટ્વિટર

વિશ્વભરમાં કોરોના કહેરને કારણે લૉકડાઉન જાહેર છે ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ ડિસ્ટેન્સિંગને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે તે જરૂરી છે. આ સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી રાખવા માટે દરેક વ્યક્તિ, ગામ, શહેર, રાજ્યના લોકો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે જુગાડ એવો શબ્દ ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. જે વસ્તુની જોગવણ ન થતી હોય તે કરવા માટે જે મથામણ કરવામાં આવે તે માટે આ જુગાડ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. આ શબ્દ એટલો બધો પ્રચલિત ભારતમાં છે અને તેથી ભારતીયોની જુગાડવૃત્તિ પણ અકલ્પનીય જ હોય છે. તેનું એક ઉદાહરણ છે આ તસવીર.

આ જુગાડની તસવીર જોતાં તમને ખ્યાલ આવશે કે આ એક દુધવાળાની તસવીર છે જેણે સોશિયલ ડિસ્ટેન્સ જાળવી રાખવા માટે કેવી રીતે જુગાડ કર્યો છે. આ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તસવીરમાં તમે જોઇ શકો છો કે દૂધવાળાએ પાઇપ અને નળની સેટિંગ એવી રીતે કરી છે કે જે ગ્રાહકને જેટલું દૂધ આપવાનું છે તે પોતે માપીને આપી શકે છે અને તે પણ સામાજિક અંતર જાળવીને. આ તસવીર પરવીન કારવાન નામની વ્યક્તિએ શૅર કરી છે અને સાથે કૅપ્શન આપ્યું છે કે "In the land of lockdown & social distancing. Local ingenuity at best."

national news offbeat news