આ મસ્તીખોર બિલ્લીઓ ગમે એવો ખરાબ મૂડ મજાનો કરી દેશે

25 January, 2021 08:58 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ મસ્તીખોર બિલ્લીઓ ગમે એવો ખરાબ મૂડ મજાનો કરી દેશે

માલિક તેની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરે કે તરત જ આ બિલ્લીમાસી આ રીતે એકદમ સાવધ થઈ જાય છે

પાળેલાં પ્રાણીઓમાં સૌથી વધુ પસંદ કરાતાં પ્રાણીઓ ડૉગી અને બિલ્લીમાસી છે. આ બન્ને પ્રાણીઓ જ્યારે ગેલમાં હોય ત્યારે તેમની ઉટપટાંગ હરકતો ભલભલાના મૂડ સારા કરી દે એવા હોય છે. અહીં કેટલીક બિલ્લીઓની આવી જ સાહસી અને ઉટપટાંગ હરકત તેમના માલિકોએ કૅમેરામાં કેદ કરી છે, જેના પર એક નજર તો નાખવી જ જોઈએ.

પોતાના પાછળના પગને શરીર નીચે દબાવીને બેઠેલી આ બિલ્લીમાસી જાણે કે યોગાસન કરતી હોય એમ નથી લાગતું?

વધુ ખોરાક લઈ લેવાની કોશિશમાં આ બિલ્લીમાસી ખોરાકના ડબ્બામાં ફસાઈ ગઈ.

કિચન કાઉન્ટરની કિનારે આ રીતે ઊભી રહીને આ બિલ્લીમાસી એનો શિકાર લેડીબગ્સ શોધી રહી છે.

offbeat news international news