લંડન જનારો પોપટ અલીગઢમાં માલિકના ઘરેથી ગુમ થયો

06 March, 2021 08:23 AM IST  |  Aligarh | Gujarati Mid-day Correspondent

લંડન જનારો પોપટ અલીગઢમાં માલિકના ઘરેથી ગુમ થયો

પોપટ

અલીગઢ પોલીસ-સ્ટેશનમાં બુધવારે એક અસામાન્ય ફરિયાદ નોંધાવાઈ હતી. દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થતાં લંડન જનારો લાલ રંગની પૂંછડીવાળો આફ્રિકન ગ્રે પોપટ બીજી માર્ચથી ગુમ છે. પોપટના માલિકે એ ગુમ થયયો હોવાનાં પૅમ્ફલેટ્સ પણ છપાવ્યાં છે તેમ જ પોપટ શોધી આપનારને ૫૦૦૦ રૂપિયાનું ઇનામ અપાશે એવી જાહેરાત પણ કરી છે. પોપટની માલિક સૌમ્યાના પિતા ડૉ. એસ. સી. વાર્શની કહે છે, ‘પોપટ અંગ્રેજી ભાષા બોલવા ઉપરાંત લોકોનાં નામ બોલે છે અને સિસોટી પણ મારે છે. પૅમ્ફલેટમાં જણાવ્યા મુજબ છેલ્લે આ પોપટ અલીગઢમાં રમેશ વિહાર રામઘાટ રોડ પર જોવા મળ્યો હતો. મીઠુ કહીને બોલાવવાથી તે તરત જ પ્રતિસાદ આપે છે.’સૌમ્યાએ લગભગ અઢી વર્ષ પહેલાં બૅન્ગલોરથી ઑનલાઇન પોપટ ખરીદ્યો હતો. લગ્ન બાદ ગયા વર્ષે ઑક્ટોબરમાં સૌમ્યા તેના પતિ સાથે લંડન રહેવા ગઈ હતી અને ત્યાં તે પોપટને લંડન લઈ જવાના દસ્તાવેજ તૈયાર કરાવી રહી છે. દરમ્યાન સૌમ્યાનાં સાસુ સરોજ સિંહ પાસે આ પોપટ હતો.

offbeat news national news aligarh