કેન્યામાં ફરી તીડનાં ટોળાંનું આક્રમણ

17 February, 2021 08:31 AM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

કેન્યામાં ફરી તીડનાં ટોળાંનું આક્રમણ

તસવીર : એ.એફ.પી.

ગયા વર્ષે આફ્રિકાના કેન્યામાં દાયકાનો સૌથી ખરાબ તીડનો હુમલો જોવા મળ્યો હતો. ગયા વર્ષે  કોરોનાને કારણે જંતુનાશક દવાનો છંટકાવ ન થતાં ભારતમાં પણ તીડનો હુમલો થયો હતો. જોકે આ વર્ષે ફરી પાછાં તીડનાં ટોળાં કેન્યામાં જોવા મળ્યાં હતાં. સોમાલિયા તેમ જ ઇથિયોપિયામાંથી રણનાં તીડ અહીં આવે છે તેમ જ પાકનું મોટા પાયે નુકસાન કરે છે. આ ત્રાસને દૂર કરવા માટે કેન્યાના મેરુમાં તીડ પર વિમાન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

offbeat news international news kenya