લૉકડાઉનમાં ક્રીએટિવિટી, બનાવ્યું ઘરમાં જ મિનિએચર મૂવી થિયેટર

16 January, 2021 08:46 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં ક્રીએટિવિટી, બનાવ્યું ઘરમાં જ મિનિએચર મૂવી થિયેટર

મિનિએચર મૂવી થિયેટર

કોરોના વાઇરસના પ્રસારે વિશ્વમાં તમામ લોકોના જીવનમાં બદલાવ આણ્યો છે. જીવનમાં આનંદ આપતી મોટા ભાગની ચીજોથી લોકો દૂર થઈ ગયા છે કે પછી એમ પણ કહી શકાય કે દૂર થવું પડ્યું છે. ફિલ્મ-ડિરેક્ટર ટૉમ કિંગ્સ્લીએ તેમના લૅપટૉપમાં મોટા પડદાનો આનંદ મેળવવા વિશિષ્ટ લૉકડાઉન સિનેમા તૈયાર કર્યું છે.

આ માટે તેમણે કાર્ડબોર્ડ બૉક્સમાં થિયેટરની પ્રતિકૃતિ બનાવી હતી. આ માટે ઑસ્ટિન શહેરના પૅરામાઉન્ટ થયેટરને પ્રેરણારૂપ ગણાવ્યું હતું.

આ વિડિયો માઇક્રો બ્લૉગિંગ સાઇટ પર વાઇરલ થયો છે જેને અત્યાર સુધીમાં ૧૪ લાખ વ્યુઝ મળ્યા છે.

offbeat news international news lockdown united states of america