અજગર સાથે સોફા પર બેસી TV જોતી હતી નાની બાળકી, જ્યારે એકાએક અજગરે ખોલ્યું મોંઢું

27 September, 2022 08:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયા (Social Media) પર એક વિચિત્ર વીડિયો વાયરલ (wiered Video Viral) થઈ રહ્યો છે. આમાં એક નાની બાળકી ટીવી (Small Girl Watching TVજોઈ રહી છે અને તેની સાથે 12 ફૂટ લાંબો અજગર (12 foot Long Python) હતો.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

સોશિયલ મીડિયા (Social Media) પર એક વિચિત્ર વીડિયો વાયરલ (wiered Video Viral) થઈ રહ્યો છે. આમાં એક નાની બાળકી ટીવી (Small Girl Watching TVજોઈ રહી છે અને તેની સાથે 12 ફૂટ લાંબો અજગર (12 foot Long Python) હતો. તમને વિશ્વાસ ન હોય, તો તમારે આ વીડિયો જોવો જોઈએ. આ વીડિયોને અત્યાર સુધી લગભગ 5 મિલિયન જેટલા વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે નાની બાળકી ખૂબ જ આનંદથી ટેલીવિઝન પર કંઈક જોઈ રહી છે. તમે તેની ચારે બાજુ પીળા અજગરને સોફા પર ફરતા પણ જોઈ શકો છો. નાની બાળકી પોતાની આસ-પાસ ખૂબ જ આરામથી અજગર સાથે બેઠી છે અને તેને ડર પણ નથી લાગતો.

વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે, "તમને વિશ્વાસ નહીં થાય. પણ આ નાની બાળકી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે."

જુઓ વીડિયો:

આ પણ વાંચો : લ્યો બોલો! મહિલાએ કેક પર Resume પ્રિન્ટ કરાવી મોકલ્યું Nike કપંનીને, જાણો વિગત

વાયરલ વીડિયોએ કોમેન્ટ્સની એક સીરિઝ શરૂ કરી દીધી. કેટલાક લોકો તો બાળકીની સુરક્ષાને લઈને ચિંતિત જોવા મળ્યા. તો, કેટલાક લોકો વીડિયો જોયા પછી પણ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા.

offbeat news