15 August, 2025 07:07 AM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
બિહારમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં, મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂની દાણચોરી થાય છે. દારૂના તસ્કરો રાજ્યમાં ગુપ્ત રીતે દારૂ ખરીદવા અને વેચવાના એવા રસ્તા શોધે છે કે જોનારા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં દાણચોરો ટ્રેનના એસી ડક્ટમાં દારૂ છુપાવીને લઈ જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે શૅર કરેલા આ વીડિયોમાં, લખનઉ-બરૌની એક્સપ્રેસના એસી કોચમાં મુસાફરોએ ઓછી કૂલિંગની ફરિયાદ કરી હતી. ED એ બિહાર સહિત ચાર રાજ્યોમાં કુલ સાત સ્થળોએ દરોડા પાડ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર દારૂના ધંધાના મુખ્ય આરોપી સુનીલ ભારદ્વાજ સાથે સંબંધિત સ્થળોએ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ED એ જણાવ્યું હતું કે સુનીલ ભારદ્વાજ આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર છે અને તેના દ્વારા ગેરકાયદેસર દારૂનો મોટા પાયે પુરવઠો અને મની લોન્ડરિંગ ફેલાય છે.
સોશિયલ મીડિયા પર એક યુઝરે શૅર કરેલા આ વીડિયોમાં, લખનઉ-બરૌની એક્સપ્રેસના એસી કોચમાં મુસાફરોએ ઓછી કૂલિંગની ફરિયાદ કરી હતી. જ્યારે ટેકનિશિયન્સ એસી ડક્ટની તપાસ કરી, ત્યારે ત્યાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાયેલો મળી આવ્યો. ત્યારબાદ રેલવે પોલીસે દારૂને પોતાની કસ્ટડીમાં લીધો.
બિહારમાં ગેરકાયદેસર દારૂની દાણચોરી સંબંધિત કેસમાં ED ની કાર્યવાહી
દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે ફરી એકવાર બિહારમાં ગેરકાયદેસર દારૂની દાણચોરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી. ED એ બિહાર સહિત ચાર રાજ્યોમાં કુલ સાત સ્થળોએ દરોડા પાડ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર દારૂના ધંધાના મુખ્ય આરોપી સુનીલ ભારદ્વાજ સાથે સંબંધિત સ્થળોએ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ED એ જણાવ્યું હતું કે સુનીલ ભારદ્વાજ આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર છે અને તેના દ્વારા ગેરકાયદેસર દારૂનો મોટા પાયે પુરવઠો અને મની લોન્ડરિંગ ફેલાય છે.
બિહારમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, પોલીસ સતત દાણચોરો સામે ઝુંબેશ ચલાવી રહી છે. દરમિયાન, તાજેતરમાં દારૂના દાણચોરોને ધરપકડ કર્યા પછી છોડી દેવા બદલ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હવે તેઓ આગામી 10 વર્ષ સુધી SHO બની શકશે નહીં. તાજેતરમાં, બિહારના સુલતાનગંજ પોલીસ સ્ટેશનમાં તૈનાત બે સબ-ઇન્સ્પેક્ટર, આફતાબ આલમ અને બિટ્ટુ કુમારને દારૂના દાણચોરને ધરપકડ કર્યા પછી છોડી દેવા બદલ લાઇન ડ્યુટી પર મૂકવામાં આવ્યા છે. આ સાથે, દારૂના દાણચોરો સાથે સંપર્ક રાખવા અને દારૂની દાણચોરીમાં મદદ કરવા બદલ બંનેને આગામી 10 વર્ષ માટે SHO પદથી વંચિત રાખવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ 25 હજાર રૂપિયા લઈને દારૂના દાણચોરને છોડી દીધો હતો.