શિકાગોમાં સિંહના સ્ટૅચ્યુને પહેરાવેલો માસ્ક ચોરાઈ ગયો!

05 May, 2020 09:05 AM IST  |  Chicago | Gujarati Mid-day Correspondent

શિકાગોમાં સિંહના સ્ટૅચ્યુને પહેરાવેલો માસ્ક ચોરાઈ ગયો!

આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ શિકાગોના પ્રવેશદ્વાર પર સિંહોની મૂર્તિઓ છે જેને ૨૦૨૦ની ૩૦ એપ્રિલે માસ્ક પહેરાવવામાં આવ્યો હતો. માસ્ક પહેરાવ્યાના ૨૪ કલાકની અંદર જ આ માસ્ક ચોરાઈ ગયો હતો. લોકોને માસ્ક પહેરીને ફરવાનો સંદેશો આપવા માટે સિંહની મૂર્તિ પર માસ્ક પહેરાવવામાં આવ્યો હતો. ફરીથી સિંહોની પ્રતિમા પર માસ્ક બદલી કાઢવામાં આવ્યો હતો અને આ વખતે નવો માસ્ક કેબલ સાથે અટેચ હોવાથી હવે આ માસ્ક ચોરવો ઘણો મુશ્કેલ બની રહેશે.

પોલીસ બે ચોરને શોધી રહી છે જેમને ઇન્સ્ટિટ્યૂટના ગાર્ડે એક કાળી શેવરલેમાંથી બરાહ નીકળતા અને તેમાંના એકને સિંહની પ્રતિમા પર ચડીને માસ્ક કાઢતો જોયો હતો. માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાયા બાદ લોકોને યાદ રહે એ માટે ઇન્સ્ટિટ્યૂટની બહાર આવેલી  સિંહોની પ્રતિમાને તેમ જ નજીકમાં આવેલા ડેલી પ્લાઝામાં પિકાસોની મૂર્તિને માસ્ક પહેરાવવામાં આવ્યો હતો.

offbeat news chicago