લિવિંગરૂમમાં બેસીને પ્લેસ્ટેશન રમતી વખતે વીજળી ત્રાટકી

18 September, 2022 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટર્સનું માનવું છે કે વીજળી પાણી પર પડ્યા બાદ એ પાણી ઊછળીને એડન રોવાન પર પડતાં તેની ચામડી બળી ગઈ હશે

લિવિંગરૂમમાં બેસીને પ્લેસ્ટેશન રમતી વખતે વીજળી ત્રાટકી

ઘરના સોફા પર બેસીને પ્લેસ્ટેશન રમી રહેલા ૩૩ વર્ષના એડન રોવાનને વીજળીનો આંચકો લાગતાં તેના હાથ પર બળવાનાં નિશાન ઊપસી આવ્યાં હતાં. વાસ્તવમાં ગયા સોમવારે રાતે ૧૦.૩૦ વાગ્યે કડાકાભેર વીજળી ત્રાટકતાં પ્લેસ્ટેશન રમી રહેલા એડન રોવાનને શરીરમાં ભારે બળતરા થવા માંડી હતી. તે તરત યુકેમાં ઑક્સફર્ડશરમાં તેના પતિ એરોનના ઘરે ગયો જે તેને હૉસ્પિટલ લઈ ગયો. એડન રોવાન જ્યારે તેના પતિ એરોન પાસે ગયો ત્યારે તેના શરીરમાંથી ચામડી બળવાની તીવ્ર વાસ આવી રહી હતી. હૉસ્પિટલમાં તેને કેટલાક સમય માટે નિરીક્ષણ હેઠળ રાખ્યા બાદ જરૂરી દવા સાથે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં વિવિધ વિભાગના ૯ ડૉક્ટર્સ તેના ચેકઅપ માટે આવ્યા હતા. વીજળીના આંચકા બાદ એડન રોવાનના હાથ પર બળ્યાનાં નિશાન રહી ગયાં છે.

ડૉક્ટર્સનું માનવું છે કે વીજળી પાણી પર પડ્યા બાદ એ પાણી ઊછળીને એડન રોવાન પર પડતાં તેની ચામડી બળી ગઈ હશે. 

offbeat news