લાવ જોઉં, તારા મોંમાં કેટલા દાંત છે?

26 December, 2019 02:46 PM IST  |  Mumbai Desk

લાવ જોઉં, તારા મોંમાં કેટલા દાંત છે?

ફ્રાન્સમાં તાહિટી પાસેના દરિયામાં પીઅરિક સીબાલ્ડ નામના ફ્રેન્ચ ફ્રીડાઇવરે ફ્લિપર્સ પહેરીને બોટમાંથી પાણીમાં જમ્પ માર્યો હતો અને તરી રહેલી ટાઇગર શાર્કની સાથે જાણે દોસ્તી હોય એમ શાર્કની આગળપાછળ ફરવાનું શરૂ કરી દીધું હતું. એક તબક્કે તો તેણે શાર્કનું મોં ખોલીને અંદર શું છે એ જોવાની ચેષ્ટા પણ કરી હતી. ટૂરિસ્ટોને આ પ્રકારની ઘટના જવલ્લે જ જોવા મળે છે, પણ કેટલાક ફ્રેન્ચ ફ્રીડાઇવરો માટે તો આવાં કરતબ કરવાનું રુટિન થઈ ગયું છે.

offbeat news