દિલ્હીની રામલીલાનું મુખ્ય આકર્ષણ બન્યા કુનો નૅશનલ પાર્કના ચિત્તા

02 October, 2022 07:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લવ કુશ રામલીલામાં ચિત્તાનો પોશાક પહેરેલા માણસો જંગલમાં જવા નીકળેલા ભગવાન રામનાં ચરણોમાં નમન કરતા જોવા મળે છે

દિલ્હીની રામલીલાનું મુખ્ય આકર્ષણ બન્યા કુનો નૅશનલ પાર્કના ચિત્તા

દિલ્હીના પ્રખ્યાત લવ કુશ રામલીલામાં આ વર્ષનું મુખ્ય આકર્ષણ મધ્ય પ્રદેશના કુનો  નૅશનલ પાર્કના ચિત્તા છે. લવ કુશ રામલીલામાં ચિત્તાનો પોશાક પહેરેલા માણસો જંગલમાં જવા નીકળેલા ભગવાન રામનાં ચરણોમાં નમન કરતા જોવા મળે છે. લવ કુશ રામલીલા તેના રસપ્રદ કાર્યક્રમો અને પ્રશંસનીય પ્રદર્શન સાથે દર વર્ષે લોકોનું મનોરંજન કરે છે. 
લવ કુશ રામલીલા કમિટીના પ્રમુખ અર્જુનકુમારે કહ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેમના જન્મદિવસે મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં આઠ ચિત્તા મુક્ત કર્યા હતા, એ દિવસની યાદગીરીરૂપે આ જ થીમ શ્રેષ્ઠ જણાઈ હતી. 
આ વર્ષે રામલીલા કમિટીએ લાલ કિલ્લાના મેદાનમાં અયોધ્યાના રામ-મંદિર થીમ પર પંડાલ સજાવ્યો છે. 

offbeat videos offbeat news