‘હું એમ. એસ. ધોની છું, મને ૬૦૦ રૂપિયાની જરૂર છે’

26 April, 2024 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર વ્યક્તિ માહીના નામે સ્કૅમ કરવા ગઈ અને હાંસીપાત્ર બનીગઈ

મહેન્દ્ર સિંહ ધોની

તમારી આસપાસ ઘણા મિત્રો કે સગાંઓએ એવું કહ્યું હશે કે સોશ્યલ મીડિયા પર મારા નામે કોઈ પૈસા માગે તો ન આપવા, આ એક ફ્રૉડ છે. જોકે આ ફ્રૉડ હવે કૅપ્ટન કૂલ એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીના નામે થઈ રહ્યો છે. માહીને તો આ વિશે કોઈ ચોખવટ કરવાની જરૂર નહીં પડે, પણ તેના નામે ફરી રહેલો મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને લોકો માટે આ રમૂજનો વિષય બની ગયો છે. એક સ્કૅમરે ધોનીના સેલ્ફી સાથે યુઝરને એવો મેસેજ કર્યો હતો કે ‘હું એમ. એસ. ધોની છું અને તમને પ્રાઇવેટ અકાઉન્ટમાંથી મેસેજ કરી રહ્યો છું. હું રાંચીની સરહદે છું અને પોતાનું વૉલેટ ભૂલી ગયો છું. તમે મને ૬૦૦ રૂપિયા ફોનપે કરી શકશો? જેથી હું બસમાં ઘરે પહોંચી શકું. હું ઘરે જઈને તમને પૈસા પાછા આપી દઈશ.’ આ ફોટો વાઇરલ થતાં જ એક વ્યક્તિએ કમેન્ટ કરી કે આ સાચું લાગે છે, QR ક્યાં છે? તો કોઈકે લખ્યું કે આ નવોસવો સ્કૅમર બન્યો લાગે છે જે ભારતીય ક્રિકેટટીમના ભૂતપૂર્વ કૅપ્ટનની ઓળખનો ઉપયોગ કરે છે.

offbeat news offbeat videos ms dhoni