કોરોના વૅક્સીન માટે આ ભારતીય બિઝનેસમેનએ આપ્યું 3300 કરોડનું દાન

10 July, 2020 09:12 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોના વૅક્સીન માટે આ ભારતીય બિઝનેસમેનએ આપ્યું 3300 કરોડનું દાન

લક્ષ્મી મિત્તલ

સ્ટીલ ટાયકૂન LN મિત્તલે ઑક્સફોર્ડ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટને 3300 કરોડ રૂપિયાથી વધારેનું દાન આપ્યું છે. આ ઇન્સ્ટિટ્યૂટ કોરોના વેક્સીનની દિશામાં ખૂબ જ સારું કામ કરી રહી છે અને હ્યૂમન ટ્રાયલ સુધી પહોંચાડ્યું છે.

સ્ટીલ ટાયકૂન લક્ષ્મી નિવાસ મિત્તલે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીને કોરોના વેક્સિન માટે 3.5 મિલિયન પાઉન્ડનું દાન આપ્યું છે. મિત્તલ પરિવારે આ દાન ઑક્સફોર્ડ યૂનિવર્સિટીના વેક્સિનોલોજી ડિપાર્ટમેન્ટને આપ્યું છે. આ Jenner Institute અંતર્ગત આવે છે. આ દાન પછી હવે આનું નામ Lakshmi Mittal and Family Professorship of Vaccinology થઈ ગયું છે.

વેક્સીનના વિશ્વમાં સૌથી વધારે સારી સ્ટડી
જેનર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 2005માં ઑક્સફોર્ડ અને યૂકે ઇન્સ્ટિટ્યૂટ ફૉર એનિમલ હેલ્થ સાથે પાર્ટનરશિપમાં કરવામાં આવી હતી. આખા વિશ્વમાં વેક્સીનની સ્ટડીને લઇને આને અવ્વલ માનવામાં આવે છે. કોરોના મહામારીમાં વેક્સીનની દિશામાં આ ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે.

ઑક્સફોર્ડ યૂનિવર્સિટી હ્યૂમન ટ્રાયલ તરફ
ઑક્સફોર્ડ યૂનિવર્સિટી તરફથી ઇન્ગ્લેન્ડ, બ્રાઝીલ અને સાઉથ આફ્રિકામાં કોરોના વેક્સીનના હ્યૂમન ટ્રાયલનું કામ પ્રગતિ પર છે. પ્રૉફેસર એડ્રીઅન હીલ જેનર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર છે. આખા વિશ્વમાં કોરોનાને કારણે અત્યાર સુધી એક કરોડ 23 લાખ લોકો સંક્રમિત થયા છે. સાડા પાંચ લાખથી વધારે મૃત્યુ થઈ ગયા છે.

વિશ્વને મહામારી માટે તૈયાર રહેવાનું રહેશે
આ દાનને લઈને લક્ષ્મી મિત્તલે કહ્યું કે કોરોના મહામારી પછી વિશ્વએ કોઇપણ પ્રકારની મહામારી માટે તૈયાર રહેવાનું રહેશે. આ મહામારીને કારણે ઘણાં મોટા સ્તરે સામાજિક અને આર્થિક નુકસાન થયું છે.

national news offbeat news