વ્હીલ-ચૅરમાં બેઠેલાં દાદી લેગો બ્રિક્સના રૅમ્પ્સ બનાવે છે

21 February, 2020 11:46 AM IST  |  Mumbai Desk

વ્હીલ-ચૅરમાં બેઠેલાં દાદી લેગો બ્રિક્સના રૅમ્પ્સ બનાવે છે

જર્મનીમાં પચીસ વર્ષ પહેલાં કાર-ઍક્સિડન્ટમાં અક્ષમ થઈને વ્હીલ-ચૅરમાં ફરતાં રીટા ઇબેલ નામનાં દાદીમા લેગોનાં રૅમ્પ્સ બનાવે છે. રીટા ઇબેલને અનેક ઠેકાણે રૅમ્પ્સ વગરની દુકાનો અને કૅફેમાં જતાં મુશ્કેલી પડતાં તેમણે લેગો બ્રિક્સના રૅમ્પ્સ બનાવવાનું શરૂ કરતાં જર્મનીના હનાઉ શહેરમાં તેમનું હુલામણું નામ ‘લેગો ગ્રૅન્ડમા’ પડ્યું છે. અક્ષમોની મુશ્કેલીઓ તરફ લોકજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી રીટા ઇબેલે એકાદ વર્ષ પહેલાં લેગો બ્રિક્સના રૅમ્પ્સ બાંધવાનું શરૂ કર્યું હતું. ૬૨ વર્ષનાં આ દાદીમા વ્હીલ-ચૅરને આગળ વધારવામાં સરળતા થાય એવી પદ્ધતિએ બેથી ત્રણ કલાકમાં મેડ ટુ ઑર્ડર રૅમ્પ્સ બાંધતાં હોય છે. રીટા ઇબેલના પ્લાસ્ટિકની નાની લેગો બ્રિક્સ રૅમ્પ્સ વડે બાંધવાના અભિયાનને કારણે હવે હનાઉ શહેરની ડઝનબંધ દુકાનોમાં લેગો બ્રિક્સના રૅમ્પ્સ ગોઠવાયા છે.

offbeat news international news germany