શતાવરી હવામાં ઉછાળીને ભવિષ્ય ભાખે છે આ બહેન

03 January, 2021 09:20 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

શતાવરી હવામાં ઉછાળીને ભવિષ્ય ભાખે છે આ બહેન

શતાવરી હવામાં ઉછાળીને ભવિષ્ય ભાખતા બહેન

ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવાની અવનવી રીતરસમો છે. કોઈક હસ્તરેખા જોઈને કહે તો કોઈ તમારો ચહેરો જોઈને, પરંતુ ઇંગ્લૅન્ડના ઇવશેમ શહેરમાં રહેતાં જેમાઇમા પૅકિંગટન નામનાં બહેન એક વનસ્પતિ હવામાં ફંગોળીને એ હવામાં અને નીચે પડીને કેવો આકાર ધારણ કરે છે એ જોઈને ભવિષ્યની આગાહી કરે છે. એ વનસ્પતિ આયુર્વેદમાં શતાવરી નામે ઓળખાય છે. શતાવરીને આયુર્વેદમાં સ્ત્રીઓના આરોગ્ય માટે હિતકારક ગણવામાં આવે છે. મોટી હોટેલોમાં શતાવરી એટલે કે એસ્પરાગસનું સૂપ તથા અન્ય વાનગીઓ પણ પીરસાય છે, પરંતુ એનો આ પ્રકારનો ઉપયોગ આશ્ચર્યજનક છે. ઘણા લોકો જેમાઇમાને ચક્રમ કે માનસિક રીતે અસમતોલ વ્યક્તિ ગણે છે.

જેમાઇમાએ ૨૦૨૧માં કોરોના રોગચાળાનું જોર ઘટવા અને ઇંગ્લૅન્ડના રાજવી પરિવારના એક દંપતીના સંબંધો તૂટવા-બ્રેકઅપ સહિત કેટલીક આગાહીઓ કરી હતી. 

હવે ‘રહસ્યમય વનસ્પતિ’ કે ‘મિસ્ટિક વેજ’ નામે પણ ઓળખાતી જેમાઇમાએ આ વર્ષના જૂન મહિના સુધીમાં કોરોના રોગચાળાનું જોર ઘટતાં સર્વત્ર નૉર્મલ્સી આવવાની અને વિશ્વના લોકો વધુ દયાળુ બનશે એવી આગાહી કરી છે. નવા વર્ષમાં લોકોના વિદેશપ્રવાસનું પ્રમાણ ઘટવાની અને હવામાનમાં ફેરફારને કારણે કુદરતી આફત આવવાની પણ આગાહી તેણે કરી છે. આ રીતે આગાહી કરનાર એકમાત્ર ‘એસ્પરામેન્સર’ હોવાથી પોતે ‘વર્લ્ડ ફેમસ’ હોવાનો દાવો કરતી જેમાઇમાએ અગાઉ બ્રિટન યુરોપિયનથી છૂટા પડવાની કરેલી આગાહી સાચી પડી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીતશે એવી આગાહી ખોટી પડી હતી.

offbeat news international news england