પાઇ ખાતાં-ખાતાં બહેનથી ચોકઠું ગળાઈ ગયું,કાઢવા ૭૨ કલાકની રાહ જોવી પડી

12 December, 2019 01:07 PM IST  |  Mumbai Desk

પાઇ ખાતાં-ખાતાં બહેનથી ચોકઠું ગળાઈ ગયું,કાઢવા ૭૨ કલાકની રાહ જોવી પડી

ક્રિસમસમાં સૅન્ટા ક્લૉઝ બાળકોની બધી ઇચ્છા પૂરી કરે છે. તેમને મનગમતી ભેટ આપી ખુશ કરે છે એવી માન્યતા છે. સૅન્ટા ક્લૉઝ પાસે તો મોટાઓ પણ બાળક બનીને માગી જ શકે, પણ સ્કૉટલૅન્ડમાં રહેતી ત્રણ બાળકોની મમ્મી ઍન્જલા મૅકગિલ આ ક્રિસમસ પર પોતાના માટે નવું ડેન્ચર માગી રહી છે સૅન્ટા ક્લૉઝ પાસે.

વાત જાણે એમ છે કે સ્કૉટલેન્ડના પશ્ચિમ લોલૅન્ડ્સમાં ક્લાઇડ રિવર પરના પોર્ટસિટી ગ્લાસગોની રહેવાસી બાવન વર્ષનાં એન્જલા પાઇ ખાઈ રહી હતી ત્યારે અચાનક જ ભૂલથી તેમનું ચોકઠું ગળી ગઈ હતી. શરૂમાં તો તેમને લાગ્યું કે પાઇનો કોઈ કડક ટુકડો ખાઈ રહી છે, પણ જલદી જ તેને ધ્યાન પર આવ્યું કે એ તેનું નકલી દાંતનું ચોકઠું હતું.
આ વાતની જાણ થતાં તેણે હૉસ્પિટલમાં જઈને એક્સ-રે કઢાવ્યો તો ચોકઠું ગળાની નીચે ઊતરી ગયેલું જણાયું. તબીબોએ ગળામાંથી ચોકઠું ખેંચી લેવાને બદલે તેને જાતે જ ગળાની નીચે ઊતરવા દેવાની સલાહ આપી. જોકે મળમાર્ગે ચોકઠું નીકળે એ માટે ઍન્જલાએ ૭૨ કલાક રાહ જોવી પડી. હવે એ વાત યાદ કરતાં ઍન્જલા પોતાની જાત પર જ હસે છે.
ઍન્જલા જ્યારે ૧૧ વર્ષની હતી ત્યારે એક છોકરો અચાનક જ સ્વિમિંગ પુલમાં કુદતાં તેનો ધક્કો ઍન્જલાને લાગ્યો અને તેના દાંત પુલની કિનાર સાથે ટકરાઈને તૂટી ગયા હતા. ત્યારથી એટલે કે લગભગ ૪૦ વર્ષથી ઍન્જેલા દાંત પર કૅપ પહેરે છે. કૅપને સમયાંતરે બદલવી જરૂરી હોય છે આથી ડૉક્ટરે તેના આગળના બે દાંત પર પ્લાસ્ટિકની કૅપ બેસાડી હતી જે ગળાઈ ગઈ હતી અને તેના પેટમાં થઈને હવે બહાર આવી ગઈ છે.

offbeat news