‍મહાકુંભમાં આઇફોનનાં પાપો ધોવા માટે એને પણ સંગમસ્નાન કરાવ્યું

17 February, 2025 02:40 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

પ્રયાગરાજમાં કરોડો લોકો સંગમસ્નાન કરવા માટે ઊમટ્યા છે. કહેવાય છે કે આ કુંભમેળા દરમ્યાન સંગમ ઘાટમાં સ્નાન કરનારાઓનાં પાપ ધોવાઈ જાય છે.

એક યુવાને સંગમ સ્નાન કરતાં-કરતાં પોતાના આઇફોનને સંગમમાં ડૂબકી મરાવી હતી

પ્રયાગરાજમાં કરોડો લોકો સંગમસ્નાન કરવા માટે ઊમટ્યા છે. કહેવાય છે કે આ કુંભમેળા દરમ્યાન સંગમ ઘાટમાં સ્નાન કરનારાઓનાં પાપ ધોવાઈ જાય છે. જોકે એક યુવાને સંગમ સ્નાન કરતાં-કરતાં પોતાના આઇફોનને સંગમમાં ડૂબકી મરાવી હતી. આ ઘટનાના વિડિયો સાથે કૅપ્શનમાં લખ્યું હતું, ‘મોબાઇલે પણ બહુ પાપ કર્યાં છે, મારી સાથે-સાથે મોબાઇલને પણ સ્નાન કરાવી દીધું.’

kumbh mela prayagraj iphone viral videos social media national news news offbeat news