ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ વિરુદ્ધ પોલીસની ફની વૉર્નિંગ, ‘મનાલીની જેલમાં ખૂબ ઠંડી પડે છે’

08 August, 2022 12:19 PM IST  |  Manali | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા પછીથી અત્યાર સુધી આ ક્લિપને લગભગ ૬૦ લાખ વ્યુઝ અને ત્રણ લાખ લાઇક્સ મળ્યાં છે

લોકોને જાગ્રત કરવા વિનોદી ચેતવણી આપતાં સાઇનબોર્ડ

દેશભરમાં વિવિધ વિષયો પર જાગૃતિ ફેલાવવા પોલીસ ડિપાર્ટમેન્ટે મનોરંજક અને નવી રીતનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, એમાં હવે કુલુ પોલીસ પણ જોડાઈ છે. કુલુ પોલીસે રોડ સેફ્ટી માટે લોકોને જાગ્રત કરવા વિનોદી ચેતવણી આપતાં સાઇનબોર્ડ મૂક્યાં છે. અજનાસ કેવી નામના ઇન્સ્ટાગ્રામ-યુઝરે આ ચેતવણીનો વિડિયો શૅર કર્યો છે. આ શૉર્ટ ક્લિપમાં દારૂ પીને ગાડી 
ચલાવવા સામે ચેતવણી આપવામાં આવી છે. સાઇનબોર્ડ પર લખ્યું છે, ‘નશામાં વાહન ચલાવશો નહીં. મનાલીની જેલ અત્યંત ઠંડી છે.’ 

આ ચેતવણી સાથે જ નીચે ધૂમ્રપાન ન કરવા માટેની ઍડ્વાઇઝરી પણ છે, જેમાં લખ્યું છે, ‘સિગારેટ ફેફસાં બાળે છે.’

ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા પછીથી અત્યાર સુધી આ ક્લિપને લગભગ ૬૦ લાખ વ્યુઝ અને ત્રણ લાખ લાઇક્સ મળ્યાં છે. કમેન્ટ સેક્શન નેટિઝન્સે મૂકેલાં હસતાં ઇમોજિસથી છલકાઈ ગયું છે. 
દરમ્યાન દિલ્હી પોલીસે પણ માર્ગ સલામતી વિશે જાગૃતિ ફેલાવવા માટે સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં લોકોને સલામત રહેવા અને ખૂબ ઝડપથી વાહન ન ચલાવવા વિનંતી કરવા માટે મોટરસાઇકલ પર ખતરનાક સ્ટન્ટ કરી રહેલા એક યુવકનો વિડિયો શૅર કર્યો છે.

વિડિયોમાં બૅકગ્રાઉન્ડમાં એક હિન્દી ગીત ‘મેરી મરઝી’ વાગતું સાંભળી શકાય છે. કૅપ્શનમાં પોલીસ વિભાગે લખ્યું છે, ‘રોડ પર નહીં ચલેગી તુમ્હારી મરજી. ઐસે સ્ટન્ટ કરોગે તો જોડને કે લિએ ભી નહીં મિલેગા કોઈ દરજી!’ 

offbeat news viral videos manali national news