કલકત્તાનો આ દુકાનદાર ત્રણ દાયકાથી ૨૫ પૈસામાં કચોરી ખવડાવે છે

19 May, 2019 08:06 AM IST  |  કોલકાતા

કલકત્તાનો આ દુકાનદાર ત્રણ દાયકાથી ૨૫ પૈસામાં કચોરી ખવડાવે છે

25 પૈસામાં મળે છે કચોરી

સરકારે પણ હવે તો પચીસ પૈસાનું ચલણ બંધ કરી દીધું છે, પણ પશ્ચિમ બંગાળના એક દુકાનદારને ત્યાં હજીયે માત્ર પચીસ પૈસામાં એક કચોરી મળે છે. દુકાનદારનું નામ છે લક્ષ્મીનારાયણ. ૨૯ વર્ષ પહેલાં તેમણે કચોરીની દુકાન શરૂ કરેલી અને ત્યારથી તેઓ એકલાહાથે આ દુકાન ચલાવે છે. સવારે ૭ વાગ્યાથી તેમની દુકાન શરૂ થઈ જાય છે. તેમને ત્યાંની કચોરી સ્વાદમાં તો લાજવાબ છે જ, પણ એની ‌કિંમત પણ કલ્પી ન શકાય એટલી સસ્તી છે.

લક્ષ્મીનારાયણભાઈ તેમના સાલસ સ્વભાવને કારણે સ્થાનિકોમાં જબરા ફેમસ છે. એક પ્લેટ એટલે કે બે પીસ કચોરી ૫૦ પૈસામાં વેચે છે અને સ્કૂલમાં ભણતાં બાળકોને તો તેઓ પચીસ પૈસામાં જ એક પ્લેટ કચોરી આપે છે. પશ્ચિમ બંગાળમાં જ્યારે જ્યોતિ બાસુ મુખ્ય પ્રધાન હતા એ વખતે લક્ષ્મીભાઈએ દુકાન ખોલી હતી. એ વખતે તેમણે વાનગીઓની જે ક‌િંમત રાખી હતી એમાં આજે પણ જરાય વધારો નથી થયો. તેમને ત્યાં બંગાળની ખાસ વિશેષતા ગણાતી તેલેભાજા નામની વાનગી માત્ર એક જ રૂપિયામાં મળે છે. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તો લક્ષ્મીનારાયણકાકા અન્નદાતા છે.

આ પણ વાંચોઃ ગ્રાહકે ઑર્ડર કર્યો ૨૨,૦૦૦નો વાઇન, ભૂલથી ૩.૫ લાખની બૉટલ સર્વ કરી દીધી

સવારે ૭થી ૧૦ વાગ્યા સુધી તેમની દુકાને નાસ્તો કરનારાઓની લાઇન લાગેલી રહે છે. એ પછી તેઓ ઘરે જાય. બપોરે બે વાગ્યે ફરી દુકાન ખોલે અને ત્યારે બંગાળની પ્રખ્યાત ચીજો વેચે. બપોરની વાનગીઓનો પ્લેટદીઠ ભાવ માત્ર ૧ રૂપિયો છે. લોકો તેમને પૂછે છે કે આ રીતે દુકાન ચલાવશો તો જિંદગીમાં વધુ પૈસા ક્યારે કમાશો? તો લક્ષ્મીનારાયણભાઈનું કહેવું છે કે જો હું ભાવ વધારી દઈશ તો હજારો લોકોને એનાથી તકલીફ થશે.

national news kolkata offbeat news hatke news