કોચીના મંદિરમાં અસલી નહીં પણ રોબો હાથી કરાવશે ધાર્મિક વિધિ

28 March, 2024 10:01 AM IST  |  Kochi | Gujarati Mid-day Correspondent

આ હાથી રિયલ જમ્બોની જેમ જ પૂંછડી અને કાન હલાવે છે અને મહાવત સ્વિચ દબાવે ત્યારે તે સૂંઢમાંથી પાણી પણ ફેંકે છે. એ હાથી પર ચાર વ્યક્તિ બેસી શકે છે.

કોચીના એક મંદિરમાં અસલ લાગતો રોબો હાથી

આ અસલી નહીં, રોબો હાથી છે જે કોચીના મંદિરમાં ધાર્મિક વિધિ કરે છે કેરલાના શહેર કોચીના એક મંદિરમાં અસલ લાગતો રોબો હાથી મૂકવામાં આવ્યો છે જે ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે. અભિનેત્રી પ્રિયમણિ (‘ધ ફૅમિલી મૅન’ ફેમ) અને પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA) ઇન્ડિયાએ અહીંના થ્રિક્કાયિલ મહાદેવ મંદિરમાં મહાદેવન નામનો લાઇફ-સાઇઝ હાથી ડોનેટ કર્યો છે. મંદિરમાં ઘણી વાર મૂંગાં પ્રાણીઓને રાખવામાં તેમની સાથે અત્યાચાર થતો હોય છે અને હવે આ મેકૅનિકલ એલિફન્ટ આવવાથી મંદિરમાં હાથી દ્વારા આશીર્વાદ આપવાનું કલ્ચર પણ જળવાશે અને સાથે જીવંત હાથીઓ પણ સુરક્ષિત રહેશે. PETAએ અન્ય એક મંદિરમાં પણ રોબોટિક હાથી દાન આપ્યો છે, જે ૧૦ ફુટ ઊંચો અને ૮૦૦ કિલો વજન ધરાવે છે. આ હાથી રિયલ જમ્બોની જેમ જ પૂંછડી અને કાન હલાવે છે અને મહાવત સ્વિચ દબાવે ત્યારે તે સૂંઢમાંથી પાણી પણ ફેંકે છે. એ હાથી પર ચાર વ્યક્તિ બેસી શકે છે. 

offbeat news kochi