યાત્રીઓ કૃપા કરી ધ્યાન આપશો, મફતમાં આટલો જ વજન લઇ જઇ શકશો ટ્રેનમાં

13 May, 2019 06:51 PM IST  | 

યાત્રીઓ કૃપા કરી ધ્યાન આપશો, મફતમાં આટલો જ વજન લઇ જઇ શકશો ટ્રેનમાં

ભારતીય રેલ

જ્યારે પણ આપણે પ્રવાસ કરીએ છીએ ત્યારે પોતાની સાથે ક્યાંકને ક્યાંક સામાન લઇને જતાં જ હોઇએ છીએ. ઘણી વાર સામાનની માત્રા ઘણી વધી જતી હોય છે. હવાઇ યાત્રામાં વજનને લઇને કેટલાક નિયમો છે. જો કે, કદાચ જ તમે જાણતા હશો કે રેલવેમાં પણ સામાનને લઇને કેટલાક નિયમો અને કાયદાઓ બનાવાયા છે. ભારતીય રેલ નિયમો પ્રમાણે દરેક વ્યક્તિને મફત સામાન લઇ જવાની લિમિટ નક્કી છે. મફત સામાન લઇ જવાની લિમિટ ક્લાસ પ્રમાણે જુદી જુદી છે.

જો કે, પ્રવાસીની ટિકિટની શ્રેણી પ્રમાણે. ડબ્બામાં મફતમાં લઇ જવાના સામાનની લિમિટથી વધુ સામાન બુક કરાવીને લઇ જઇ શકો છો. વધારાના સામાન માટે ભારતીય રેલ પોર્ટલ પ્રમાણે જેટલો સામાન લઇ જવાની પરવાનગી હોય તેના કરતાં વધારાના સામાનની દોઢ ગણી કિંમત લાગશે.

આ છે એક્સ્ટ્રા સામાન સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો

ક્લાસ ફ્રી લગેજ લિમિટ ઑફ લગેજ
ફર્સ્ટ ક્લાસ એ.સી. 70 કિલો 15 કિલો
એસી ટુ ટાયર/સ્લીપર/ફર્સ્ટ ક્લાસ 50 કિલો  10 કિલો
એસી 3 ટાયર સ્લીપર/એસી ચેર કાર/સ્લીપર ક્લાસ 40 કિલો 10 કિલો
સેકેન્ડ ક્લાસ 35 કિલો 10 કિલો

 

આ પણ વાંચો : ટ્વિટર પર 11 મિલ્યન ફૉલોઅર સાથે બીજેપી બની દુનિયાની સૌથી મોટી પાર્ટી

ભારતીય રેલની અધિકારિક વેબસાઇટ indianrail.gov.in પ્રમાણે,

જે પ્રવાસીનું લગેજ 100 સેમીX60સેમીX25સેમી (લંબાઈ, પહોળાઇ અને ઉંચાઈ) હશે તેને સામાન લઇ જવાની પરવાનગી છે. પણ જો નક્કી કરેલા સામાનના વજન અને માપ વધુ હોય તો એવામાં બ્રેક વેન દ્વારા જેમ કે , ટ્રંક/સૂટકેસનો વધુમાં વધુ આકાર એસી 3 ટિયર અને એસી ચેર કાર કમ્પાર્ટમેન્ટમાં 55 સેમીX45સેમીX22.5સેમી છે. મોટા સામાનમાં કેવળ બ્રેક વેન માધ્યમથી લઇ જવાની પરવાનગી છે, જેની માટે મિનિમમ કિંમત 30 રૂપિયા છે. રેલવે વેબસાઇટ પ્રમાણે, પાંચ વર્ષથી 12 વર્ષ સુધીની વયના બાળકોને વધુમાં વધુ 50 કિલો સુધીનું ભથ્થુ મફત લઈ જવાની પરવાનગી છે.

indian railways national news offbeat news