તાઇવાનમાં મહાકાય પતંગ સાથે ઉડી ગઈ ત્રણ વર્ષની બાળકી, વીડિયો વાયરલ

04 September, 2020 05:26 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

તાઇવાનમાં મહાકાય પતંગ સાથે ઉડી ગઈ ત્રણ વર્ષની બાળકી, વીડિયો વાયરલ

વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશૉટ

તાઇવાનમાં પતંગ મહોત્સવમાં એક અકસ્માત થતાં થતાં રહી ગયો. ત્યાં એક બાળકી પતંગની પૂંછમાં ફસાઇ ગઈ અને હવામાં ઉડવા લાગી. જો કે, બાળકીને બચાવી લેવામાં આવી. બાળકીને સામાન્ય ઇજા થઈ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તાઇવાનના સિંચુ શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે. રવિવારે અહીં એક વિશાળ પતંગની પૂંછમાં છોકરી ફસાઇ ગઈ. જોત-જોતામાં તે હવામાં ઉડી ગઈ. ઘણીવાર હેરાન થયા પછી તે નીચે તરફ આવી ત્યારે લોકોએ તેને પકડી લીધી. તમે પણ જુઓ આ વીડિયો...

વીડિયોમાં જોઇ શકાય છે કે ઑરેન્જ કલરની પતંગ ઉડાડવા માટે ઘણી તૈયારી કરવામાં આવી. આસપાસ અનેક લોકો છે. પતંગ જ્યારે હવામાં ખુલ્લી મૂકવામાં આવી અને ત્યાર બાદ તે ઉડવા લાગી ત્યારે એકાએક પતંગની પૂંછ સાથે બાળકી ટીંગાયેલી જોવા મળી. આ જોતાં જ દેકારો બોલી જાય છે. 

30 સેકેન્ડ સુધી રહી હવામાં
પતંગ સાથે બાળકી લગભગ 30 સેકેન્ડ્સ સુધી હવામાં રહી. આ દરમિયાન 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. ત્યાં હાજર દરેક જણની રાડ નીકળી ગઈ. નીચે ઉતર્યા બાદ તેને તરત હૉસ્પિટલ લઈ જવામાં આવી. જો કે, તેને કોઇ મોટી ઇજા થઈ નથી. સિંચૂ શહેરના મેચ લિન ચિ-ચેને ફેસબુક પર આ ઘટના માટે માફી માગી છે.

taiwan international news offbeat news offbeat videos