કેરલાના યુગલે કર્યું ભારતીય લશ્કરને લગ્નમાં આમંત્રિત

21 November, 2022 11:00 AM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટને અત્યાર સુધી ૮૪,૦૦૦ વ્યુઝ મળ્યા છે

૧૦ નવેમ્બરે લગ્ન કરનાર રાહુલ અને કાર્તિકાએ હાથે લખેલી ચિઠ્ઠી સાથે લગ્નની આમંત્રણ-પત્રિકા ભારતીય લશ્કરને મોકલાવી હતી

કેરલાના એક યુગલે તેમનાં લગ્નમાં ભારતીય લશ્કરને આમંત્રિત કર્યાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

૧૦ નવેમ્બરે લગ્ન કરનાર રાહુલ અને કાર્તિકાએ હાથે લખેલી ચિઠ્ઠી સાથે લગ્નની આમંત્રણ-પત્રિકા ભારતીય લશ્કરને મોકલાવી હતી, જેમાં લખ્યું હતું, ‘તમારા પ્રેમ, સંકલ્પ અને સાચી દેશભક્તિ બદલ અમે આપનાં ખૂબ-ખૂબ આભારી છીએ. અમને સુરક્ષિત રાખવા બદલ અમે તમારા ઋણી છીએ. તમારે કારણે અમે શાંતિથી સૂઈ શકીએ છીએ. અમારા પ્રિયજનો સાથે અમને ખુશ દિવસો આપવા બદલ આભાર. તમારે કારણે અમે સુખેથી લગ્ન કરી રહ્યાં છીએ. અમારા ખાસ દિવસે તમને આમંત્રિત કરવામાં અમને ખૂબ આનંદ થાય છે. અમે તમારી હાજરી અને આશીર્વાદ ઇચ્છીએ છીએ. અમારું રક્ષણ કરવા બદલ ખૂબ-ખૂબ આભાર.’

 

ભારતીય લશ્કરે આ આમંત્રણ-પત્રિકાને ઇન્સ્ટાગ્રામ પર મૂકીને નવપરિણીત યુગલનો આમંત્રણ મોકલવા બદલ આભાર માનવાની સાથે લગ્નની શુભેચ્છા પાઠવી હતી. ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટને અત્યાર સુધી ૮૪,૦૦૦ વ્યુઝ મળ્યા છે. નેટિઝન્સે તેમના આ વિચારને બિરદાવ્યો છે.

offbeat news national news kerala indian army thiruvananthapuram