કાશ્મીરની ફર્સ્ટ વુમન-ડ્રાઇવર ડ્યુટી સાથે કરે છે બેબી-સીટિંગ

29 December, 2020 09:13 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

કાશ્મીરની ફર્સ્ટ વુમન-ડ્રાઇવર ડ્યુટી સાથે કરે છે બેબી-સીટિંગ

જમ્મુ-કાશ્મીરની પૂજાદેવી નામની એક મહિલાએ અનેક અવરોધોને પાર કરી રાજ્યની પ્રથમ મહિલા-ડ્રાઇવર બની હતી.

સામાન્ય પરિવારમાંથી આવતી પૂજાદેવી શિક્ષણ મેળવી શકી નહોતી. તેના પિતા ખેડૂત છે. નાનપણથી તે કોઈ ભારે વાહન ચલાવવાનું સપનું જોતી હતી. પોતાના મામા રાજિન્દર સિંહ પાસેથી ડ્રાઇવિંગ શીખ્યા બાદ તેણે લાઇસન્સ માટે અરજી કરી હતી. શરૂઆતમાં તેના પતિ તેના ડ્રાઇવર બનવાના નિર્ણયની વિરુદ્ધ હતા, પરંતુ એ તેનું પોતાનું બાળપણનું સપનું હોવાનું જાણ્યા બાદ તેણે પણ તેને રજા આપી હતી. રૂઢિગત અવરોધોને પાર કરીને નવો ચીલો ચાતરનાર પૂજાદેવી ત્રણ બાળકોની માતા પણ છે. તેનો નાનો પુત્ર હંમેશાં તેની માતાની બાજુમાં બેસીને બસમાં મુસાફરી કરે છે. નેટિઝન્સ પૂજાદેવીની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.

offbeat news national news jammu and kashmir