11 October, 2025 03:22 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
૩૫ વર્ષની અનુરાધા
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના ભટિયાના ગામમાં ૩૫ વર્ષની અનુરાધા નામની મહિલા પતિ હરિઓમ સાથે કરવા ચૌથની ખરીદી કરવા ગઈ હતી. જોકે રસ્તામાં એક અનિયંત્રિત ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી દીધી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અનુરાધાના શરીરના ટુકડા થઈ ગયા. તેનું હૃદય ઊછળીને તેના શરીરથી દૂર જઈને પડ્યું એટલું જ નહીં, શરીરમાંથી છૂટું પડ્યા પછી પણ ક્યાંય સુધી હૃદય ધડકતું હતું એ જોઈને પતિ હરિઓમ અને અકસ્માતને નજરે જોનારા સૌનાં રૂંવાડાં ખડાં થઈ ગયાં હતાં. આ દૃશ્ય જોઈને ઘાયલ થઈને દૂર પડેલો પતિ હરિઓમ પણ રડી પડ્યો હતો. તેને સાંત્વન આપનારાઓની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં. હરિઓમ અત્યારે હૉસ્પિટલમાં ખૂબ ગંભીર છે અને મોત સામે ઝઝૂમી રહ્યો છે.
ગઈ કાલે કરવા ચૌથ નિમિત્તે દિલ્હી પોલીસે ઑફિશ્યલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ખાસ સેફ્ટીવાલી મેંદીની ડિઝાઇન શૅર કરી હતી. એમાં લખ્યું હતું, ‘પતિદેવ, guess what. ફોન મત ચલાઈએ, રોડ પર ધ્યાન દીજિએ.’