વાઘ પકડવા માટે વનવિભાગવાળા પૂરતી મહેનત નહોતા કરતા, ઉશ્કેરાયેલા ગામના લોકોએ તેમને જ વાઘના પાંજરામાં પૂરી દીધા

12 September, 2025 01:12 PM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

વાઘ પકડવા માટે વનવિભાગવાળા પૂરતી મહેનત નહોતા કરતા , ઉશ્કેરાયેલા ગામના લોકોએ તેમને જ વાઘના પાંજરામાં પૂરી દીધા

ગામલોકો એટલા ભડકેલા હતા કે તેમણે અધિકારીઓને જ વાઘના પાંજરામાં પૂરી દીધા

કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વની આસપાસ વાઘ અને દીપડાનો બહુ ત્રાસ ફેલાયેલો છે. આએ દિન વાઘ ગામોમાં ઘૂસી જઈને ગાય-ભેંસ અને પાળેલાં પશુઓ પર હુમલો કરે છે. વાઘ ગામમાં આવીને નુકસાન કરતો હોવાથી ગામલોકોએ વનવિભાગમાં વાઘને પકડીને દૂર મૂકી આવવાની અરજી કરેલી. વનવિભાગે એ અરજી પર કામ કરીને વાઘ પકડવાનું પાંજરું પણ ગામ પાસે મુકાવ્યું હતું, પણ એ પછી કોઈ દેખરેખ રાખી નહીં. એને કારણે પાંજરું હોવા છતાં વાઘ ગામમાં આવ્યો અને વછેરાને મારીને લઈ ગયો. બસ, એ પછી તો ગામલોકોનો ગુસ્સો એટલો ભડક્યો કે તેમણે તોફાનો આદરી દીધાં. ફરીથી વાઘ આવ્યો હોવાથી વનવિભાગના કર્મચારીઓ એ ગામમાં આવ્યા, પણ ગામલોકો એટલા ભડકેલા હતા કે તેમણે અધિકારીઓને જ વાઘના પાંજરામાં પૂરી દીધા. સિનિયર અધિકારીઓ અને પોલીસ આવ્યા એ પછી માંડ તેમને છોડવામાં આવ્યા હતા.

karnataka offbeat news india national news wildlife