કોબ્રાને કિસ કરવા જતાં હોઠ પર માર્યો ડંખ

04 October, 2022 11:05 AM IST  |  Bhadravati | Gujarati Mid-day Correspondent

કોબ્રા જેવા ઝેરી સાપથી ચોક્કસ અંતર જરૂર જાળવવું જોઈએ

કોબ્રાને કિસ કરવા જતાં હોઠ પર માર્યો ડંખ

કોબ્રા જેવા ઝેરી સાપથી ચોક્કસ અંતર જરૂર જાળવવું જોઈએ. આ વાતની કર્ણાટકના શિવમોગા જિલ્લાના ભદ્રાવતીમાં રહેતા યુવકને અનુભવ સાથે ખબર પડી ગઈ, જ્યારે તે નાગ પ્રત્યેનો પ્રેમ બતાવવા એને કિસ કરવા ગયો ત્યારે કોબ્રાએ તેના હોઠ પર ડંખ માર્યો. આ સમગ્ર ઘટના એક વાઇરલ વિડિયોમાં દેખાય છે, જેમાં એક સર્પમિત્ર નાગને કિસ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે કોબ્રા તેના પર વળતો હુમલો કરે છે. એટલે સર્પમિત્ર સાપને છોડી દે છે અને સાપ ત્યાંથી પલાયન થઈ જાય છે. જોકે આ સર્પમિત્ર નસીબદાર હતો કે તરત સારવાર મળતાં બચી ગયો. આ કોબ્રાને પણ તેણે જ બચાવ્યો હતો, પરંતુ ત્યાર બાદ તેને કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાપ પ્રત્યેના તેના પ્રેમનું વિચિત્ર પ્રદર્શન તેણે જ ભોગવવું પડ્યું હતું. તેની આસપાસ ઘણા લોકો આ દૃશ્ય જોવા ભેગા થયા હતા.

કોબ્રા વિશ્વનો સૌથી ઝેરી સાપ છે અને સૌથી લાંબો પણ છે. એના એક ડંખથી ૨૦ લોકો અથવા હાથી પણ મરી શકે છે. કર્ણાટકની આ માણસને તરત સારવાર મળતાં તે બચી ગયો હતો, પરંતુ ઑગસ્ટમાં ઉત્તર પ્રદેશમાં સાપ પકડવા માટે આસપાસના વિસ્તારમાં જાણીતી વ્યક્તિ પોતે પકડેલા સાપનું પ્રદર્શન કરતી હતી ત્યારે તે સાપના ડંખને કારણે જ મરી ગઈ હતી. 

offbeat news viral videos karnataka national news