ડૉગીના બર્થ-ડે માટે ૧૦૦ કિલોની કેક

26 June, 2022 08:54 AM IST  |  Belagavi | Gujarati Mid-day Correspondent

આ જન્મદિનની પાર્ટીનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે

શિવપ્પા યેલ્લપ્પા મરાડી ડૉગીના જન્મદિવસની ઉજવણી કરતાં

માનવી અને ડૉગી વચ્ચેની મિત્રતા જગજાહેર છે. કર્ણાટકના શિવપ્પા યેલ્લપ્પા મરાડીએ બેલાગવીમાં તેના ડૉગી ક્રિશના જન્મદિનની ઉજવણી કરીને ભવ્ય પાર્ટી આપી હતી. આ જન્મદિનની પાર્ટીનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે, જેમાં તેણે તેના ડૉગીના માથે બર્થ-ડેની કૅપ પહેરાવી હતી. આ સાથે વિડિયોમાં તે ડૉગી સાથે ૧૦૦ કિલોની કેક કાપતો જોવા મળે છે. આ પ્રસંગે તેણે લગભગ ૪૦૦૦ લોકોને જમાડ્યા હતા.

નેટિઝન્સે શિવપ્પા યેલ્લપ્પાની ઘણી સરાહના કરીને ક્રિશને નસીબદાર ગણાવ્યો છે. 

offbeat news national news karnataka