પરિવાર સૂતો હતો અને ઘરમાં ઘૂસી ગયો દીપડો, જુઓ વીડિયો

16 September, 2019 04:45 PM IST  |  કર્ણાટક

પરિવાર સૂતો હતો અને ઘરમાં ઘૂસી ગયો દીપડો, જુઓ વીડિયો

ઘરમાં ઘૂસ્યો દીપડો

કર્ણાટકના શિવમોગા જિલ્લામાં અડધી રાત્રે દીપડો એક મકાનમાં ઘૂસી ગયો. રાતના અંધારામાં જ્યારે ઘરમાં લોકો સૂતા હતા ત્યારે દીપડો ઘરમાં ઘૂસી ગયો અને પાલતુ કૂતરાનો શિકાર કરીને લઈ ગયો. આ ઘટનાનો વીડિયો સામે આવન્યો છે. સમાચાર એજન્સી ANIએ 1 મિનિટ 43 સેકન્ડનો વીડિયો ટ્વિટ કર્યો છે. અંધારુ હોવાને કારણે આ વીડિયો બ્લર છે, પણ તેમાં એક દીપડો કૂતરાને મોઢામાં દબાવીને લઈ જતો દેખાય છે.

આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે દીપડો બગંલાની દીવાલ કૂદીને ઘરમાં ઘૂસી રહ્યો છે. ઘરમાં દાખલ થતા પહેલા આ દીપડો કમ્પાઉન્ડ વૉલ પાસે ઉભો રહીને રાહ જુએ છે. પછી ધીરે ધીરે આગળ વધે છે અને સાવધાન મુદ્રામાં ઉભા રહીને ખતરો ન હોવાનું નક્કી કરીને આગળ વધે છે.

આ દરમિયાન તેની પૂંછડી સતત ઉંચી રહે છે. ધીરે ધીરે દીપડો ઘરમાં દાખલ થાય છે. આ દરમિયાન કેમેરો બીજા તરફ ફરે છે, જ્યાં એક કાર દેખાઈ રહી છે. દીપડો કારની બાજુમાંથી પસાર થાય છે. પછી અચાનક પાછો ફરીને દોડતો દેખાય છે. કેમેરાનું ફોકસ ફરી પહેલા એન્ગલ પર થાય છે અને થોડી જ વારમાં દીપડો પાલતુ કૂતરાને મોઢામાં દબાવીને ચોરની જેમ ચૂપકેથી બહાર નીકળતો દેખાય છે.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં રસ્તા વચ્ચે પહોંચ્યા સિંહ, પછી શું થયું ? જુઓ વીડિયો

બહાર નીકળતા પહેલા દીપડો ફરી એકવાર ચારે તરફ જુએ છે અને બાઉન્ડ્રી કૂદીને બહાર નીકળી જાય છે. વીડિયો પર યુઝર્સે પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે,'હજી જંગલ કાપીને ઘર બનાવો, કોઈ દિવસ ઘરના સભ્યોને પણ આવી જ રીતે ઉઠાવી જશે.'

offbeat news hatke news karnataka national news