ગણેશજીની એવી મૂર્તિ જેને માનવામાં આવે છે કામનું એક રૂપ, જાણો વધુ

10 October, 2020 07:38 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગણેશજીની એવી મૂર્તિ જેને માનવામાં આવે છે કામનું એક રૂપ, જાણો વધુ

માતુસ્ચિયામ મંદિર

જાપાનની રાજધાની ટોક્યોમાં એવા ઘણાં બૌદ્ધ મંદિર છે, જે હજારો વર્ષ જૂના છે. તેમાંનું જ એક મંદિર એવું છે, જ્યાં હિંદુઓના ગણેશ દેવતા સાથે ખૂબ જ મળતી મૂર્તિ રાખવામાં આવી છે. આઠમી સદીમાં બનેલા આ મંદિરનું નામ માત્સુચિયામા શોટેન (Matsuchiyama Shoten) છે, જેમાં રાખવામાં આવેલી ગણેશજીનું જ જાપાની વર્ઝન છે. તંત્ર-મંત્રને માનનારા બૌદ્ધ આ મૂર્તિની પૂજા કરે છે.

ધર્મ સાથે જોડાયેલા વિષયો પર રિસર્ચ કરનારા લોકોનું માનવું છે કે આઠમી સદી દરમિયાન જાપાનમાં પહેલીવાર ગણેશજીને માનવામાં આવ્યા. બૌદ્ધ ધર્મમાં એક એવી શાખા છે, જેના અનુયાયીઓ બુદ્ધિઝ્મ પર વિશ્વાસ ધરાવતા તાંત્રિક શક્તિઓની પૂજા કરે છે. બૌદ્ધ ધર્મની આ શાખા ભારતના ઓરિસ્સા થતાં ચીન અને ત્યાર પછી જાપાન પહોંચી.

જાપાનમાં ગણેશજી (કેંગિટન)ને એક શક્તિશાળી ભગવાન તરીકે જોવામાં આવતા હતા અને તેમની પૂજા પણ ખાસ રીતે શુદ્ધ રહેતા તંત્ર-મંત્રને સહારે થતી હતી. એવામાં ગણેશજીને માનનારાની સંખ્યા વધતી ગઈ. આ વાતનો ઉલ્લેખ ક્લાસિકલ ગોલ્ડન એજ (794-1185 CE)દરમિયાન મળે છે. હાલ જાપાનમાં ગણેશજીના કુલ 250 મંદિર છે, પણ આમાં જુદાં-દુદાં નામોથી બોલાવવામાં આવે છે જેમ કે કેંગિટન, શોટેન, ગનબાચી (ગણપતિ) અને બિનાયકાતેન (વિનાયક).

જણાવવાનું કે તાંત્રિક બુદ્ધિઝ્મમાં ગણેશજીને એક સ્ત્રી હાથી સાથે લપેટાયેલા બતાવવામાં આવે છે. આ મૂર્તિ પુરુષ અને સ્ત્રીના મેલમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જાનું પ્રતીક છે. જો કે, ગણેશજીની મૂર્તિ કે તસવીરો કંઇક કામિક લાગવાને કારણે મંદિરોમાં સામે નથી દેખાતી. આમને લાકડીના સજાવેલા બૉક્સમાં રાખવામાં આવે છે, જેની રોજ પૂજા કરવામાં આવે છે. ફક્ત કોઇક ખાસ અવસરે જ મૂર્તિ બહાર કાઢવામાં આવે છે અને તેની પૂજા બધાં સામે થાય છે.

જાપાનમાં ગણેશદીનું સૌથી મોટું મંદિર માઉન્ટ ઇકોમા પર Hōzan-ji નામે છે. આ મંદિર ઓસાકા શહેરની બહાર દક્ષિણી ભાગમાં બનેલું છે. 17મી સદીમાં બનેલા આ મંદિરને લઈને અનેક પ્રકારની સ્ટોરીઝ પ્રતલિત છે. આ મંદિર પ્રત્યે લોકોને ખૂબ જ આસ્થા છે અને ઇચ્છા પૂરી થવા પર અહીં ઘણી દાન-દક્ષિણા પર આપવામાં આવે છે.

japan tokyo international news offbeat news