✕

અગરતલાના ચીવરદાન ઉત્સવમાં ગિફ્ટમાં મૂકવામાં આવે છે ચલણી નોટો પણ

23 November, 2026 04:48 PM IST  |  Tripura | Gujarati Mid-day Correspondent

કલ્પતરુ એટલે ઇચ્છાપૂર્તિ વૃક્ષ.

અગરતલાના ચીવરદાન ઉત્સવમાં ગિફ્ટમાં મૂકવામાં આવે છે ચલણી નોટો પણ

ત્રિપુરાની રાજધાની અગરતલાના કુંજવનમાં આવેલા વેણુવન વિહાર મૉનેસ્ટ્રીમાં ગઈ કાલે ૪૯મો કઠિન ચિવરદાન ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં કલ્પતરુ ભેટ આપવામાં આવે છે. કલ્પતરુ એટલે ઇચ્છાપૂર્તિ વૃક્ષ. બૌદ્ધ ભિક્ષુઓ ત્રણ મહિનાનું વર્ષાવાસ તપ પૂરું કરે એ અવસરે શ્રદ્ધાળુઓ સંઘ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમને ચીવર એટલે કે વસ્ત્રો અર્પણ કરે છે. ચીવરદાન દરમ્યાન પ્રતીકાત્મક કલ્પતરુની જેમ ભિક્ષુકોની દૈનિક જરૂરિયાતની ચીજો, જેમ કે કપડાં, ચંપલ, પુસ્તકો, વાસણ, શાલ, છત્રી, લાકડી અને દાનરાશિ બધું જ એક ગુડીબૅગની જેમ તૈયાર કરીને સમર્પિત કરે છે.

tripura buddhism national news offbeat news culture news