વિશ્વના કેન્દ્રમાં કાબુલ?

08 December, 2022 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં અફઘાનિસ્તાનના પાટનગરમાં એક હાથથી પેઇન્ટ કરવામાં આવ્યું હોય એવી વિશ્વની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે

વિશ્વના કેન્દ્રમાં કાબુલ?

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ભારે અંધાધૂંધીનું વાતાવરણ છે. જોકે એમની માન્યતા સાવ અલગ છે. તાજેતરમાં અફઘાનિસ્તાનના પાટનગરમાં એક હાથથી પેઇન્ટ કરવામાં આવ્યું હોય એવી વિશ્વની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, જેમાં એવું જણાવવામાં આવ્યું છે કાબુલ વિશ્વના કેન્દ્રમાં છે. તસવીર: એ.એફ.પી.

જોરથી ખાંસી ખાતાં મહિલાની છાતીની ચાર પાંસળીઓ તૂટી ગઈ

ચીનમાં એક મહિલાને મસાલેદાર ભોજન ખાધા બાદ જોરથી ખાંસી આવી હતી, જેના કારણે તેની છાતીની ચાર પાંસળીઓ તૂટી જવા પામી હતી. ડૉક્ટરે ફ્રૅક્ચરની સારવાર માટે છાતી પર પટ્ટી બાંધી એક મહિનો આરામ કરવા માટે સલાહ આપી છે.

offbeat news