૩૦ વર્ષ બાદ જોવા મળ્યો નેપ્ચ્યુન અને એનાં સુંદર વલયો

23 September, 2022 10:54 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

નેપ્ચ્યુન ગ્રહ સંશોધકોએ ૧૮૪૬માં શોધ્યો હતો ત્યારથી એ સંશોધકોને આકર્ષે છે

નેપ્ચ્યુન અને એનાં સુંદર વલયો

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે લીધેલા ફોટો તાજેતરમાં નાસાએ શૅર કર્યા હતા, જેમાં નેપ્ચ્યુન ગ્રહ અને એના વલયોને દર્શાવવામાં આવ્યા છે. અમેરિકાની સ્પેસ એજન્સીએ જણાવ્યા પ્રમાણે ૧૯૮૯માં વૉયેજર-ટૂ અવકાશયાને એનું ભ્રમણ શરૂ કર્યું ત્યારથી આ ટેલિસ્કોપે આ દૂરના ગ્રહના વલયોનો આટલો સ્પષ્ટ ફોટો પાડ્યો નહોતો. નેપ્ચ્યુનના નિષ્ણાત વૈજ્ઞાનિક હેઇડી હેમલે કહ્યું કે આપણે ત્રણ દાયકા પહેલાં આ ગ્રહની ઝાંખી તેમ જ ધૂળવાળી રિંગ્સ જોઈ હતી. પહેલી વખત એને ઇન્ફ્રારેડમાં જોઈ રહ્યા છીએ. ફોટોમાં ગ્રહની રિંગ સ્પષ્ટ દેખાય છે. નેપ્ચ્યુન ગ્રહ સંશોધકોએ ૧૮૪૬માં શોધ્યો હતો ત્યારથી એ સંશોધકોને આકર્ષે છે. નેપ્ચ્યુન પૃથ્વી કરતાં સૂર્યથી ૩૦ ગણો દૂર છે. આ ગ્રહની આસપાસ ૧૪ ચંદ્ર છે જે પૈકી સાતના ફોટો પણ ટેલિસ્કોપે પાડ્યા હતા. 

offbeat news nasa international news washington