નાસાએ રચેલા નકશામાં ઢોસા જેવો દેખાય છે ગુરુનો ગ્રહ

29 June, 2020 09:10 AM IST  |  Mumbai | Mumbai correspondent

નાસાએ રચેલા નકશામાં ઢોસા જેવો દેખાય છે ગુરુનો ગ્રહ

ઢોસા જેવો દેખાતો ગુરુ ગ્રહનો નકશો

ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા સહિત ઑનલાઇન દુનિયામાં આજકાલ ખાદ્ય પદાર્થો અને એના જેવા દેખાતા પદાર્થો તથા સ્થળોની તસવીરો મશહૂર બની છે. એમાં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા)ના ખગોળશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓએ ગુરુના ગ્રહનો રચેલો નકશો કોઈ ભારતવાસી જુએ તો એને ઢોસા યાદ આવતાં મોઢામાં પાણી આવવા માંડે એવી શક્યતા છે. નાસાના કાસિની સ્પેસક્રાફ્ટના નેરો ઍન્ગલ કૅમેરા વડે લેવાયેલી ગુરુ ગ્રહની તસવીરને હજારો લોકોએ શૅર અને રીટ્વીટ કરી છે.
નાસાના વિજ્ઞાનીઓએ રચેલા અનેક નકશાઓમાંથી એક ગુરુ ગ્રહનો નકશો જોઈને સોનલ ડબરાલ નામના નેટિઝને એ નકશાની તસરીર ટ્વિટર પર શૅર કરીને લખ્યું છે, ‘ગરમાગરમ ઢોસા તૈયાર છે. એની સાથે ભાજી લઈને સાંભાર અને નાળિયેરની ચટણી સાથે ઝાપટવા માંડો.’ સ્વાભાવિક રીતે કોઈ પણ ઇન્ડિયન માણસ એ નકશાનો ફોટોગ્રાફ જુએ તો તેને અચૂક ઢોસા યાદ આવે એવી સ્થિતિ છે.

nasa international news offbeat news