અકસ્માતમાં ઇજાથી બાઇકસવારને બચાવશે ઍરબૅગવાળું જીન્સ

26 January, 2021 08:54 AM IST  |  Sweden | Gujarati Mid-day Correspondent

અકસ્માતમાં ઇજાથી બાઇકસવારને બચાવશે ઍરબૅગવાળું જીન્સ

ઍરબૅગવાળું જીન્સ

બાઇકસવાર માટે સુરક્ષાત્મક ઇક્વિપમેન્ટ્સ તૈયાર કરતા એક ડિઝાઇનરે તાજેતરમાં અકસ્માત સમયે પગમાં થતી ઈજા સામે રક્ષણ આપતું ઍરબૅગથી સજ્જ જીન્સ રજૂ કર્યું હતું.

સ્વીડનમાં હાર્લી-ડેવિડસન સાથે ભાગીદારી કરી ત્યારથી મોટરસાઇકલ સેફ્ટી જીન્સ ડિઝાઇન કરતા મોઝિસ શહરીવારે તેની મોસાઇકલ બ્રૅન્ડના ઑફિશ્યલ અકાઉન્ટ પરના યુટ્યુબ વિડિયોમાં આ જીન્સ દર્શાવ્યું છે, જે હાલમાં બાઇકસવારની છાતી, પીઠ અને ગરદનને અકસ્માતમાં બચાવવા માટે બજારમાં ઉપલબ્ધ ઍરબૅગથી સજ્જ વેસ્ટ્સ જેવી ટેક્નૉલૉજી ધરાવે છે.

શહરીવારે યુટ્યુબ વિડિયોમાં દર્શાવેલું જીન્સ બાઇકસવારની મોટરસાઇકલ સાથે જોડાયેલું હોય છે અને જ્યારે ટેધરને ખેંચવામાં આવે ત્યારે ઍરબૅગ વ્યક્તિના પગની ફરતે ગોઠવાઈ જાય છે.

offbeat news international news sweden