જાપાનમાં અચાનક અટકાવી દેવાઈ સંખ્યાબંધ ટ્રેન, નાનકડું જીવડું હતું કારણ

25 June, 2019 05:04 AM IST  |  ટોક્યો

જાપાનમાં અચાનક અટકાવી દેવાઈ સંખ્યાબંધ ટ્રેન, નાનકડું જીવડું હતું કારણ

પ્રતીકાત્મક તસવીર

જાપાનના લોકો ટાઈમ મેનેજમેન્ટના ખૂબ જ આગ્રહી હોય છે. અહીંનું પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ હંમેશા આ જ કારણથી ચર્ચામાં રહે છે. એટલું જ નહીં અહીંની ટ્રેન કે બસો પોતાના નિર્ધારિત સમય પ્રમાણે જ ચાલે છે. કેટલીકવાર આપણે એવા સમાચાર પણ વાંચી ચૂક્યા છીએ કે ટ્રેન કે બસ જો લેટ થાય તો મેનેજમેન્ટ મુસાફરોની માફી માગે છે એટલું જ નહીં કેટલાક કિસ્સામાં ભાડુ પાછુ પણ આપવામાં આવે છે.

જો કે રવિવારે જાપાનમાં એક ઘટના એવી બની કે એક બે નહીં પરંતુ ડઝનબંધ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતા લેટ થઈ ગઈ. જાપાનમાં ઈલેક્ટ્રિસીટીમાં મુશ્કેલ થવાથી લગભગ 26 જેટલી ટ્રેનો લેટ થઈ ગઈ. જેને કારણે 12 હજાર જેટલા મુસાફરોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં મોડું થયું. જો કે આ ઘટનાનું કારણ તમે જાણશો તો ચોંકી જશો. જાપાનની 26 ટ્રેન લેટ થવા પાછળ એક નાનકજા જીવડાનો હાથ છે. જી હાં ટેક્નોલોજીમાં આખા વિશ્વને ભૂ પીવડાવી દેતા જાપાનમાં એક નાનકડા જીવડાએ ટ્રેન વ્યવહાર ઠપ કરી દીધો.

ઘટના કંઈક એવી બની છે. એક નાનકડું જીવું વિદ્યુત ઉપકરણોમાં ઘૂસ્યુ અને શોર્ટ સર્કિટ થઈ, શોર્ટ સર્કિટ થવાથી વીજળી જતી રહી અને ટ્રેનો અટકી પડી. દક્ષિણ જાપાનમાં રેલવેનું મેનેજમેન્ટ કરતી કંપની ક્યીશુના અધિકારીઓનું કહેવું છે કે વીજળી સપ્લાય બંધ થવાને કારણે તેમણે 26 ટ્રેનો રોકવી પડી.

આ ઘટનાને કારણે અનેક સેવાઓને પણ અસર પહોંચી. બાદમાં કંપનીના કર્મચારીઓએ ખુલાસો કર્યો કે એક નાનકડા જીવડાએ ટ્રેનના પાટા પાસે લગાવાયેલા વિદ્યુત ઉપકરણોને નિશાન બનાવ્યા હતા, જેને કારણે શોર્ટ સર્કિટ થઈ હતી. એટલે હજ્જારો લોકોને પરેશાની થઈ.

આ પણ વાંચોઃ રેલવે-ટ્રૅક પર બાંધેલા ડૉગીને ટ્રેનના ડ્રાઇવરે બચાવી લીધું

જો કે કંપનીએ સમયસર આ બગને દૂર કરીને ટૂંક સમયમાં જ પોતાની સેવાઓ શરૂ કરી દીધી. બાદમાં કંપનીએ આ માટે એક લાપરવાહ અને કામચોર કર્મચારીને જવાબદાર ઠેરવ્યો, અને કહ્યું કે તે વ્યક્તિના કારણે આટલી મોટી અસર થઈ છે.

offbeat news hatke news japan