અદમ્ય પ્રેમ છતાં કેમ આ જાપાની રાજકુમારી નથી કરી શકતી લગ્ન, શું છે કારણ?

17 November, 2020 06:14 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અદમ્ય પ્રેમ છતાં કેમ આ જાપાની રાજકુમારી નથી કરી શકતી લગ્ન, શું છે કારણ?

જાપાની પ્રિન્સેસ માકો

જાપાનની ખૂબ જ સુંદર રાજકુમારી માકોને એક ડર સતાવે છે, જેના કારણે તેમણે ફરી એકવાર પોતાના લગ્નની યોજના ટાળી દીધી છે. વર્ષ 2017માં સમાચાર આવ્યા હતા કે 28 વર્ષીય રાજકુમારી માકો લગ્ન કરવા જઈ રહી છે, પણ છેલ્લી ઘડીએ તેમણે પોતાની યોજના ટાળવી પડી.

હકીકતે, જાપાનની રાજકુમારી માકો દેશના એક સામાન્ય નાગરિક કેઇ કોમુરોને પ્રેમ કરે છે. કોમુરો જાપાનના સમુદ્રીય તટ પર પર્યટનને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. દાપાનના સમ્રાટ રહેલા અકીહિતોની પૌત્રી અને વર્તમાન સમ્રાટ નરુહિતોની ભત્રીજી રાજકુમાપી કેઇ કોમુરો સાથે પ્રેમલગ્ન કરવા માગે છે, પણ એક ડરને કારણે તેણે બીજી વાર પોતાની યોજના ટાળી દીધી છે. જાણો શું છે આખી ઘટના...

લગ્ન પછી પાછી સોંપવી પડશે 'રાજકુમારી'ની પદવી
રાજકુમારીના લગ્નને ટાળવા પાછળનું કારણ તેમના રાજઘરાના સાથે જોડાયેલું છે. હકીકતે, જો રાજકુમારી માકો પોતાના પ્રેમી કેઇ કોમુરો સાથે લગ્ન કરી લે છે તો તેમને રાજકુમારીની પદવી પાછી સોંપવી પડશે. રાજઘરાનાના નિયમ પ્રમાણે, રાજઘરાનાની કોઇ વ્યક્તિ બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેને બાકીનું જીવન સામાન્ય જાપાની તરીકે વિતાવવી પડે છે. તો, કેઇ કોમુરો એક સામાન્ય નાગરિક છે અને જો રાજકુમારી માકો તેની સાથે લગ્ન કરે છે તો તેનું જીવન પણ સામાન્ય નાગરિક જેવું થઈ જશે. કોમુરોને લઈને કહેવામાં આવ્યું છે કે તે સ્કીઇંગ, વાયલિન વગાડવા અને કુકિંગનો શોખીન છે. સમુદ્ર તટે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તે 'પ્રિન્સ ઑફ ધ સી' તરીકે કામ કરે છે. વર્તમાન સમયમાં કોમુરો એક લૉ કંપનીમાં કાર્યરત છે.

અમે બન્ને નથી થઈ શકતા એકબીજાથી અલગ
રાજકુમારી માકોને પોતાની પદવી ખોઇ દેવાનો ડર છે, અને આ કારણે તે ન તો કોમુરોથી અલગ થઈ શકે છે અને ન તો તેની સાથે લગ્ન કરી રહી છે. જો કે, લગ્ન ટાળી દીધા પછી પણ અત્યાર સુધી તેમણે એ નથી જણાવ્યું કે હવે લગ્ન ક્યારે કરવાના છે. રાજકુમારીએ કહ્યું કે હાલ ભવિષ્યને લઇને કંઇપણ કહેવું ઉતાવળ થશે.

માકોએ કહ્યું કે અમારી માટે મનના સમ્માન અને જીવન જીવવા માટે લગ્ન એક જરૂરી વિકલ્પ છે. તેમણે કહ્યું કે, અમે બન્ને એક બીજાથી જુદા નથી રહી શકતા અને ખરાબ સમયમાં એકબીજાને સહારો આપી શકીએ છીએ.

'રાજકુમારી'ની પદવી પાછી સોંપનાર છેલ્લી સભ્યા માકોની ફઇ છે
જણાવવાનું કે રાજકુમાપી માકોની ફઇ રાજકુમારી સયાકો રાજઘરાનાની છેલ્લી સભ્યા હતી, જેમણે 'રાજકુમારી'ની પદવી પરત કરી હતી. વર્ષ 2005માં રાજકુમારી સયાકોએ રાજધાની ટોક્યોના એક અધિકારી સાથે લગ્ન કર્યા હતા. બન્ને એકબીજા સાથે ભણતા હતા. આ દરમિયાન બન્ને નજીક આવ્યા અને લગ્ન બંધનમાં બંધાયા.

international news offbeat news japan