જપાનમાં છે વિશ્વનું એક માત્ર કાળી બિલાડીઓનું કૅફે

10 October, 2020 08:46 AM IST  |  Mumbai | Mumbai correspondent

જપાનમાં છે વિશ્વનું એક માત્ર કાળી બિલાડીઓનું કૅફે

જપાનમાં છે વિશ્વનું એક માત્ર કાળી બિલાડીઓનું કૅફે

કૅટ કૅફે માટે જપાન વિશ્વભરમાં જાણીતું છે. અહીં નહીં-નહીં તો સેંકડો કૅટ કૅફેઝ છે. જોકે એ બધામાંથી નોખું તરી આવે એવું કૅફે છે હિમેજી ટાઉનનું. આ કૅફે ઑન્લી ફૉર બ્લૅક કૅટ્સ છે. આ કૅફેમાં માત્ર કાળી બિલાડીઓ જ તમને જોવા મળશે. નેકોબિયાકા નામનું આ કૅફે ૨૦૧૩માં શરૂ કરવામાં આવેલું. મિસ યાગી નામનાં બિલાડીપ્રેમી બહેને આ કૅફે ખોલેલું. એનો મૂળ ઉદ્દેશ બિલાડીઓ પ્રત્યે લોકોમાં અનુકંપા જાગે અને લોકો એને અડૉપ્ટ કરીને પોતાના ઘરે આશરો આપે એ હતું. અહીં રસ્તામાં રખડતી, કોઈએ તરછોડી દીધેલી, માંદી બિલાડીઓને રાખવામાં આવે છે. કાળી બિલાડીઓનું અડૉપ્શન બહુ જ ઓછું થાય છે  કેમ કે એને કોઈક અંશે અપશુકનિયાળ માનવામાં આવે છે. એ જ કારણોસર મિસ યાગીએ આ કૅફેને માત્ર બ્લૅક કૅટ્સ માટે જ રિઝર્વ રાખી છે. અહીં સારવાર બાદ સ્વસ્થ થયેલી બિલાડીઓ કૅફેમાં આવનારા ગ્રાહકો સાથે ટાઇમપાસ અને રિલૅક્સેશન માટે રાખવામાં આવી છે. કલાકો સુધી લોકો અહીં બિલ્લીબહેન સાથે રમીને હળવાશ અનુભવે છે અને સાથે સ્મૉલ સ્નેક્સની ફેસિલિટી પણ અહીં છે. અહીંનું તમામ ફર્નિચર અને ઇન્ટિરીયર બધું જ બિલાડીઓને અનુકૂળ આવે એવું છે. આ કૅફેની ખાસિયત એ છે કે અહીંથી કોઈને બિલાડી દત્તક લઈને પોતાને ત્યાં લઈ જવી હોય તો એની પણ છૂટ છે. અત્યાર સુધીમાં અહીંથી લગભગ ૩૨૧ કાળી બિલાડીઓ દત્તક અપાઈ ચૂકી છે. કોરોનાકાળ પછી ફરીથી આ કૅફે ખૂલી ગયું છે અને હવે અહીં સોશ્યલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝિંગ અને માસ્ક જેવા પ્રાથમિક પ્રિકૉશન્સ સાથે ફરીથી કાળી બિલાડીઓ સાથે કૉફી પીવાની મજા માણી શકાશે.

international news offbeat news japan