જપાનમાં હવાના ડબ્બા વેચાવા નીકળ્યા છે, કિંમત છે ૬૭૫ રૂપિયા

25 April, 2019 09:29 AM IST  |  ટોકિયો

જપાનમાં હવાના ડબ્બા વેચાવા નીકળ્યા છે, કિંમત છે ૬૭૫ રૂપિયા

ટોક્યો : જ્યારે પણ પ્રદૂષણ વધી જાય છે ત્યારે કેટલાક ઉદ્યોગસાહસિકો હિલ-સ્ટેશન કે સ્વચ્છ વાતાવરણની શાખ ધરાવતા વિસ્તારોની શુદ્ધ હવાના ડબ્બા વેચવા નીકળી પડે છે. ચીનમાં આવી અનેક હવા વેચતી બ્રૅન્ડ્સ છે. જોકે તાજેતરમાં જપાનમાં જે હવા વેચવા નીકળી છે એ બીજે ક્યાંયની નહીં, જપાનની જ છે અને હાલના સમયની જ છે. આનું કારણ છુપાયેલું છે જૅપનીઝ યુગમાં. અહીંની સંસ્કૃતિ મુજબ ૧૯૮૯થી શરૂ થઈને ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધીનો ગાળો હેન્સેઇ યુગ કહેવાય છે. બસ, થોડા જ દિવસમાં આ યુગ પૂરો થઈ જશે ત્યારે આ યુગની યાદ સંઘરવા માટે અત્યારે હવાના ડબ્બા ભરી લેવાયા છે. હાલમાં જપાનના રાજા અકિહિતોનો ૩૦ વર્ષનો ગાળો હેન્સેઇ યુગ તરીકે જાણીતો છે. આ માટે કંપનીએ હવાના લગભગ ૧૦૦૦ યુનિટ્સ તૈયાર કરી રાખ્યા છે.

આ પણ વાંચોઃ  જમીન પર ૪૨૭ ફુટ બાય ૩૨૮ ફુટનું મોટું કાટૂર્ન રેકૉર્ડબ્રેક બની શકશે?

આ સીલ પૅક્ડ ડબ્બાની અંદર હવા જ ભરેલી છે અને ઉપર છપાયું છે હેન્સેઇ. શુકન માટે એમાં ૫ યેન એટલે કે લગભગ સવાત્રણ રૂપિયાનો સિક્કો છે. કેટલાક જૅપનીઝ લોકોનું માનવું છે કે જ્યારે યુગ ચાલતો હોય ત્યારે એની કિંમત અને કદર નથી થતી, પણ એક વાર સમય વહી જાય એ પછીથી જૂના યુગની ખરી કિંમત થાય છે.

japan hatke news offbeat news